રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા23 જુલાઈ, 2025| Super Admin

થરાદ તાલુકાનાં કોચલામાં દારૂબંધીનો સંકલ્પ, દારૂ વેચનાર કે પીનાર સામે આર્થિક દંડ થશે

થરાદ તાલુકાનાં કોચલામાં દારૂબંધીનો સંકલ્પ, દારૂ વેચનાર કે પીનાર સામે આર્થિક દંડ થશે

થરાદ તાલુકાના કોચલા ગામે દારૂબંધી માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગામમાંથી દારૂનું દુષણ દૂર કરવા માટે ગ્રામજનોએ બંધારણ અમલમાં મૂક્યું છે. જેમાં દારૂ વેચનાર કે પીનાર સામે આર્થિક દંડ અને સામાજિક બહિષ્કાર જેવી કડક જોગવાઈઓ અમલમાં મૂકાઈ છે.આ અભિયાન ગામના આગેવાનો અને સમગ્ર ગ્રામજનોએ સામૂહિક રીતે શરૂ કર્યું છે. મુખ્ય હેતુ યુવાઓને નશામુક્ત બનાવવાનો છે.કુટુંબોમાં સુખ-શાંતિ સ્થાપિત કરવી છે. ગામમાં સંસ્કારપૂર્ણ જીવનશૈલી વિકસાવવી છે. ગામ લોકોને નિયમો સમજાવતો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ નિર્ણય આખા ગામે ભેગા થઈને લીધો છે કોઈ એ ખુલ્લેઆમ વેચાણ ન કરવા, દારૂ ના ઉકાળવા તેમજ બહારથી કોઈ પીને આવે તો પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે.આ નિયમો બનાવાયા દારૂનું વેચાણ કરનારને.11000.નો દંડ. ઘરે દારૂ ઉકાળશે તો 5100નો દંડ બહારથી પી ને કોઈ ગામમાં આવશે તો 1100 દંડ આ તમામ નિર્ણયનો કોઈ ભંગ કરશે તો તેને ગામ બહિષ્કાર કરશે.

સંબંધિત સમાચાર