રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા14 ફેબ્રુઆરી, 2026| Super Admin

મહેસાણામાં આંખો આંજી દેતી LED-લાઈટો લગાવતા વાહનચાલકો સામે RTO ની લાલ આંખ

મહેસાણામાં આંખો આંજી દેતી LED-લાઈટો લગાવતા વાહનચાલકો સામે RTO ની લાલ આંખ
મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પ્રાદેશિક પરિવહન કચેરી RTO દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ LED લાઈટો સામે RTO ઇન્સ્પેક્ટરોએ તડાપીટ બોલાવી છે. છેલ્લા બે મહિના દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 3,08,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. 228 કેસો નોંધાયા ને 3 લાખથી વધુનો દંડ RTO ના આંકડા મુજબ જાન્યુઆરી માસમાં તપાસ દરમિયાન કુલ 132 કેસો નોંધાયા હતા.જેમાં વાહનચાલકો પાસેથી 2,12,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.જ્યારે ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં 96 કેસો નોંધી 96,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની ફિટેડ લાઈટોના બદલે વધુ તીવ્રતાવાળી LED લાઈટો હશે તો દંડાશો વાહનચાલકો દ્વારા કંપની ફિટેડ લાઈટોના બદલે બહારથી વધુ તીવ્રતાવાળી LED લાઈટો લગાડવામાં આવે છે. જે રાત્રિના સમયે સામેથી આવતા અન્ય વાહનચાલકોની આંખોમાં આંજી દેતી હોય છે. આ પ્રકારની લાઈટો અકસ્માત માટે મુખ્ય કારણ બનતી હોવાથી RTO દ્વારા રૂટિન ચેકિંગ દરમિયાન આવી લાઈટો દૂર કરાવી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.        

સંબંધિત સમાચાર