રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
યોગી આદિત્યનાથે રેકોર્ડ બનાવ્યો : યુપીના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી બન્યા

સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ અને એનડી તિવારી તેમજ માયાવતી અને અખિલેશ યાદવ જેવા નેતાઓને પાછળ છોડી દીધા : ૩૭ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. યોગી આદિત્યનાથ રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ નેતા બન્યા છે. તેમણે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતનો રેકોર્ડ તોડ્યો છે. યોગી આદિત્યનાથે અત્યાર સુધી ૮ વર્ષ અને ૧૩૨ દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. જયારે ગોવિંદ વલ્લભ પંતનો કુલ કાર્યકાળ આઝાદી પૂર્વ સહિત ૮ વર્ષ અને ૧૩૨ દિવસનો રહ્યો હતો. યોગી આદિત્યનાથે ૧૯ માર્ચ ૨૦૧૭ના રોજ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. જયારે વર્ષ ૨૦૨૨માં તે સતત બીજી વખત સીએમ બન્યા છે.
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ૨૨માં મુખ્યમંત્રી છે. તે ગોરખનાથ મઠના મહંત છે. આ ઉપરાંત તે એવા પ્રથમ મુખ્યમંત્રી છે જેમણે સતત બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. યોગી આદિત્યનાથે વર્ષ ૧૯૯૮માં ૨૬ વર્ષની ઉંમરમાં ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને રાજનીતિના પ્રવેશ મેળવ્યો હતો. તે દેશના યુવા સાંસદ હતા. તે સતત પાંચ વાર ગોરખપુર બેઠક પરથી લોકસભા પહોંચ્યા હતા.
યોગી આદિત્યનાથની રાજકીય સફર વર્ષ ૧૯૯૮માં શરુ થઈ હતી. તેમજ મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે અનેક પરંપરાઓને તોડી હતી. જેમાં એવું કહેવામાં આવતું હતું કે જે મુખ્યમંત્રી નોઈડાની મુલાકાત લે છે તે બીજી વાર મુખ્યમંત્રી નથી બનતા. તેમજ પહેલાની સરકારો નોઈડાના વિકાસ યોજનાઓનો લખનૌથી ઓનલાઈન શુભારંભ કરવામાં આવતો હતો. જોકે, યોગી આદિત્યનાથે આ પરંપરાને તોડી અને સીએમ બન્યા બાદ અનેક વાર નોઈડાની મુલાકાત લીધી હતી. તેમજ પ્રથમ કાર્યકાળ બાદ બીજો કાર્યકાળ પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#uttar pradesh#Yogi Adityanath#Chief Ministership#Political History#Development Initiatives#Longest-serving Chief Minister#Political Milestone#Govind Vallabh Pant#Record-breaking Tenure#Second Consecutive Term#Gorakhnath Math#Gorakhpur Lok Sabha Constituency#Political Traditions
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય'સત્ય બદલાશે નહીં,' નાના પાટેકરના પુત્ર મલ્હારે તનુશ્રી દત્તાને વળતો જવાબ
23 કલાક પહેલા
રાષ્ટ્રીયSIR અફવાઓનો વિરોધ કરશે ભાજપ, દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરશે
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયવિરોધ પ્રદર્શન પહેલા અભિજીત દિપકેની અટકાયત કરવામાં આવી હતી, નેહા બોરાની પણ અટકાયત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસીજેપીના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ
1 દિવસ પહેલા
