રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા16 જૂન, 2026| Super Admin

ઊંઝા પાલિકા એક્શન મોડમાં: ચોમાસા પૂર્વે જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા કડક ચેતવણી

ઊંઝા પાલિકા એક્શન મોડમાં: ચોમાસા પૂર્વે જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા કડક ચેતવણી

25 હોડિંગ માલિકો અને 30 જેટલા જર્જરીત મકાનોને નોટિસ આપવામાં આવી 

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ઊંઝા નગરપાલિકાના ચીફ ઓફિસર જીતુભાઈ પટેલ સહિત ટીમ દ્વારા પાલિકા હદ વિસ્તારમાં આવેલા તમામ સરકારી અને બિનસરકારી ક્વાર્ટર્સ, મકાનો તેમજ ખાનગી મિલકતોના માલિકોને તેમના મકાનનો ભયજનક કે જર્જરિત ભાગ તાકીદે સ્વખર્ચે ઉતારી લેવા કડક આદેશ કરવામાં આવ્યો છે. ઊંઝા પાલિકા ચીફ ઓફિસર જીતુભાઈ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં 25 હોડિંગ માલિકોને નોટિસ આપી છે. તેમજ 10 જેટલા હોડિંગ ઉતારી દીધેલ છે. જ્યારે 30 જેટલા જર્જરીત મકાનોને નોટિસ આપવામાં આવેલ છે જે પૈકી 5 ઉતારી દીધેલ છે.

પાલિકાના જણાવ્યા અનુસાર, ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ અને અન્ય કાનૂની જોગવાઈઓ હેઠળ અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં કેટલાક મિલકતધારકો દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. આથી પાલિકાએ ફરી એકવાર જાહેર નોટિસ પાઠવીને તાત્કાલિક ધોરણે જર્જરિત ભાગોને રીપેર કરી બાકીના હિસ્સાને સુરક્ષિત (સિક્યોર) કરવા તાકીદ કરી છે. જો કોઈ મિલકત અંગે ન્યાયિક કે અર્ધન્યાયિક કાર્યવાહી ચાલુ હશે, તો તેમાં સક્ષમ ઓથોરિટીના નિર્ણયને આધીન કાર્યવાહી કરવાની રહેશે.

પાલિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો આગામી ચોમાસામાં વાવાઝોડા કે ભારે વરસાદને કારણે આવી મિલકતોનો કોઈ ભયજનક ભાગ તૂટી પડશે અને આસપાસના જનમાલ કે કોઈ વ્યક્તિને નુકસાન થશે, તો તેની સંપૂર્ણ અને સીધી જવાબદારી મિલકતના માલિકો, કબજેદારો કે સંબંધિત વ્યક્તિઓની રહેશે. આ સાથે જ નાગરિકોને પણ આવા ભયજનક મકાનોની આસપાસ અવરજવર ન કરવા અને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. માત્ર જર્જરિત મકાનો જ નહીં, પરંતુ જાહેર રોડ પર આવેલી ખાનગી મિલકતો તથા ઊંઝા નગરપાલિકાની મિલકતો ઉપર લગાવેલા જાહેર હોર્ડિંગ્સ પણ તાત્કાલિક ધોરણે ઉતારી લેવા જણાવાયું છે. મિલકતધારકો જો સ્વખર્ચે હોર્ડિંગ્સ કે જર્જરિત બાંધકામ દૂર નહીં કરે અને કોઈ અણધારી ઘટના ઘટશે તો તંત્ર દ્વારા કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.

ટેગ્સ:#Unjha Municipality

સંબંધિત સમાચાર