રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા1 ઑગસ્ટ, 2025| Super Admin

રખડતા ઢોરને કારણે થયેલી દુર્ઘટનાને પગલે તાત્કાલિક પગલાં લેવા ઊંઝા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

રખડતા ઢોરને કારણે થયેલી દુર્ઘટનાને પગલે તાત્કાલિક પગલાં લેવા ઊંઝા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર; રખડતા ઢોરને કારણે ઊંઝા તાલુકાના દાસજ ગામના યુવાનનું બે દિવસ અગાઉ સાંઈબાબા મંદિર નજીક થયેલ અકસ્માતમાં મોત નિપજ્યું હતું જેને લઈ આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઊંઝા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. રખડતા ઢોરને કારણે થયેલી દુર્ઘટનાને લઈ તાત્કાલિક પગલાં લેવા મુદ્દે રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવ્યું છે કે ઊંઝા તાલુકાના દાસજ ગામના કેતનભાઇ ભરતભાઈ પટેલ ઉવ.30 મોટરસાયકલ લઈ ઊંઝા દાસજ રોડ પર સાંઈબાબા મંદિર નજીક પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક ગાય વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો અને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આવી દુર્ઘટનાઓ અગાઉ પણ બનતી આવી છે. જેથી શહેરમાં રખડતા ઢોરને તાત્કાલિક પકડી ગૌ શાળામાં મોકલવાની ઘટતિ કાર્યવાહી થાય, ઢોરના માલિકની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી તથા દંડ ધરવામાં આવે, શહેરના મુખ્ય માર્ગો અને બજારમાં સીસીટીવીના માધ્યમથી દેખરેખ રાખવામાં આવે સહિતની માંગ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર