રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રમતગમત29 જાન્યુઆરી, 2025| Super Admin

સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમને જોવો પડ્યો આ દિવસ, રાજકોટમાં બની ખરાબ સ્થિતિ

સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમને જોવો પડ્યો આ દિવસ, રાજકોટમાં બની ખરાબ સ્થિતિ
ત્રીજી T20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને 26 રને હરાવ્યું. આ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. માત્ર હાર્દિક પંડ્યા થોડો સમય ક્રિઝ પર રહી શક્યો. બાકીના બેટ્સમેનો રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 145 રન પર જ સિમિત રહી હતી. સૂર્યાની કપ્તાનીમાં ખરાબ રેકોર્ડ બન્યો ભારતીય ટીમ અગાઉ રાજકોટના મેદાન પર માત્ર એક T20I મેચ હારી હતી. તે પણ વર્ષ 2017માં ન્યુઝીલેન્ડ સામે. ત્યારે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો. હવે ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. ટીમ ઈન્ડિયાને 8 વર્ષ બાદ રાજકોટના મેદાન પર T20I મેચ હારવી પડી હતી. સૂર્યાની કપ્તાનીમાં ભારતને રાજકોટમાં આ ખરાબ દિવસો જોવા પડ્યા છે. ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા લક્ષ્યનો પીછો કરતી વખતે સંજુ સસામન ભારતીય ટીમ માટે ફરી એક વખત મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો અને માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક શર્મા પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને તેણે 24 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી મેચનો હીરો રહેલો તિલક વર્મા માત્ર 18 રન બનાવી શક્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર નિરાશ થયો અને માત્ર 14 રન બનાવી શક્યો. સૂર્યા ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને તેના બેટમાંથી રન બનાવવો મુશ્કેલ બની ગયો છે. હાર્દિક પંડ્યાએ થોડો સમય વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે માત્ર 35 બોલમાં 40 રન બનાવ્યા. સમગ્ર મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનો રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર