રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિદ્ધપુર સાસરીમાં યુવાન પરિણીતાનું શંકાસ્પદ મોત; પિતાની જાણ બાદ પોલીસે તપાસ હાથ ધરી

સિદ્ધપુર  સાસરીમાં યુવાન પરિણીતાનું શંકાસ્પદ મોત; પિતાની જાણ બાદ પોલીસે તપાસ હાથ ધરી

ભેદી સંજોગોની અંદર સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમાં 24 વર્ષીય પરિણીતાનું સાસરીમાં મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.મૃતકના પિતાએ પોલીસ ને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૃતક યુવતીનું નામ કાયનાતબાનુ (ઉ.વ. 24) છે, જે સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમાં રહેતા મુસ્તુફાભાઈ હુસેનભાઈ ઝાલોરીની દીકરી હતી.તેના લગ્ન ફુરકાન સલીમભાઈ સિપાઈ સાથે થયા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, 7 મે, 2026 ના રોજ વહેલી સવારે 6:00 વાગ્યા પૂર્વેના કોઈપણ સમયે કાયનાતબાનુનું તેની સાસરીમાં મૃત્યુ થયું હતું. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે; તે ગળેફાંસો ખાવાથી થયું છે કે અન્ય કોઈ અગમ્ય કારણોસર, તે સ્પષ્ટ નથી.આ ઘટનાની જાણ થતા જ મૃતકના પિતા મુસ્તુફાભાઈ ઝાલોરીએ પોલીસને જાણ કરી હતી કે તેમની દીકરીનું સાસરીમાં ભેદી સંજોગોમાં મોત થયું છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. યુવતીના મોત પાછળના વાસ્તવિક કારણો જાણવા માટે પોલીસ તપાસ કરી રહી  હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Siddhpur

સંબંધિત સમાચાર