રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સિસ્ટમમાં ભ્રષ્ટાચારની ગંધ? મહેસાણામાં ટૂંકા ગાળામાં જ ડિવાઈડર તોડી પડાતા આક્રોશ

સિસ્ટમમાં ભ્રષ્ટાચારની ગંધ? મહેસાણામાં ટૂંકા ગાળામાં જ ડિવાઈડર તોડી પડાતા આક્રોશ

મહેસાણા નગરપાલિકાની કામગીરી વધુ એક વખત વિવાદોના ઘેરામાં આવી છે. શહેરના રાધનપુર રોડ પર માત્ર ત્રણ મહિના પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રોડ ડિવાઈડરોને અચાનક તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિકાસના નામે કરાયેલા આ કથિત આયોજનમાં નવા બનાવેલા ડિવાઈડરની સાથે ઉછેરવામાં આવેલા વૃક્ષોનો પણ નાશ કરવામાં આવતા સ્થાનિક લોકો અને વિપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ મુદ્દે મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ શાસકોની નીતિ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલા કોંગ્રેસ પ્રમુખ ડૉ. મેઘા પટેલે સવાલ ઉઠાવ્યો છે કે આટલા ટૂંકા સમયગાળામાં જ કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી સરકારી સંપત્તિને તોડીને ફરીથી નવા ડિવાઈડર બનાવવાની નોબત કેમ આવી? તેમણે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા દ્વારા પ્રજા પાસેથી બેવડો ટેક્સ વસૂલીને તેમના પરસેવાની કમાણીનો આ રીતે બેફામ વેડફાટ કરવામાં આવી રહ્યો છે, જે બિલકુલ ચલાવી શકાય નહીં.

પ્રજાના નાણાંના થઈ રહેલા આ ખુલ્લા દુરુપયોગ સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે. ડૉ. મેઘા પટેલે નગરપાલિકા પ્રશાસન પાસે માંગ કરી છે કે આ બિનજરૂરી ખર્ચ અને નવા બનેલા ડિવાઈડર તોડવા પાછળનું સાચું કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે. જો પાલિકા તંત્ર દ્વારા આ મામલે સંતોષકારક ખુલાસો કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પ્રજાના હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર