રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત4 ઑક્ટોબર, 2025| Super Admin

SMC સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મામલે શાસક અને વિપક્ષ સામ સામે 


સુરત મહાનગર પાલિકામાં ફરીવાર શાસક પક્ષ અને વિપક્ષ ની ઉગ્ર બોલા ચાલી

(જી.એન.એસ) તા. 3

સુરત,

સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આગામી 2036 ના ઓલિમ્પિક લઈને આયોજન થઈ રહ્યું છે તેના ભાગરૂપે શાળામાં ઓલિમ્પિકમાં રમાઈ છે તેવી આધુનિક રમતો માટે આયોજન થઈ રહ્યું છે. જોકે, સ્થિતિ એવી છે કે સમિતિની 400 થી વધુ શાળા છે અને ખેલ શિક્ષકની સંખ્યા માત્ર 50 જ છે. આ મુદ્દે આજે સામાન્ય સભામાં વિપક્ષે, શિક્ષકો સાથે ખેલ શિક્ષક, ચિત્ર શિક્ષક અને સંગીત શિક્ષકોની ભરતી કરવા જણાવ્યું હતું તો શાસકોએ દિવાળી બાદ ભરતી થઈ જશે તેવો દાવો કર્યો હતો. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સભા મળી હતી. જેમાં શિક્ષણ સમિતિની શાળામાં 2036 ના ઓલિમ્પિકને ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીય રમત રમાડવા માટે આયોજન કરાયું હોવાની વાત કરવામાં આવી હતી. વિપક્ષી સભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આંતરરાષ્ટ્રીય રમત ઘણી સારી વાત છે પંરતુ સમિતિની શાળામાં રમત ગમત માટે બાળકોને પ્રશિક્ષણ આપે તેવા શિક્ષકો જ નથી. જેની સામે શાસક પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો અને શિક્ષકો છે તેવી વાત કરી હતી કેટલા શિક્ષકો છે તેવું પુછતાં કહ્યું કે 50 શિક્ષકો છે વિપક્ષે કહ્યું 400 શાળામાં 50 રમત ગમતના શિક્ષકો છે તો કઈ રીતે તાલીમ અપાશે. આ મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે ભારે તડાફડી થઈ હતી. 

એસએમસી ના વિપક્ષના સભ્યએ કહ્યું હતું, છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓમાં શિક્ષકોની ખોટને લઈને સતત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સત્તાધીશો માત્ર આશ્વાસન આપતા રહ્યા છે. સમિતિની શાળામાં ખેલ શિક્ષક ઉપરાંત ચિત્રકલા અને સંગીત જેવા વિષયો માટે પણ શિક્ષકોની સંખ્યા અત્યંત ઓછી છે. તેથી, તાત્કાલિક ખેલ, ચિત્ર અને સંગીત શિક્ષકોની નવી ભરતી કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી.

એસએમસી ના શાસક પક્ષના સભ્યોએ કહ્યું હતું કે હાલ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટે આયોજન થઈ હ્યું છે અને દિવાળી બાદ ખેલ શિક્ષકોની પણ ભરતી કરી દેવામાં આવશે. આમ શિક્ષકો ઉપરાંત શિક્ષકોને સોંપવામાં આવતી બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ભારણ અંગેનો મુદ્દો સામાન્ય સભામાં હોટ ટોપિક બન્યો હતો. 



Source link

સંબંધિત સમાચાર