રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય19 જુલાઈ, 2026| Super Admin

નાગપુરમાં ટ્રેનની અડફેટે છ હરણના મોત; મુંબઈ-હાવડા રેલ્વે ટ્રેક પર બની ઘટના

નાગપુરમાં ટ્રેનની અડફેટે છ હરણના મોત; મુંબઈ-હાવડા રેલ્વે ટ્રેક પર બની ઘટના

કાન્હાનમાં થયેલા એક અકસ્માતમાં મુંબઈ-હાવડા રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા 6 હરણના મોત થયા છે. આ ઘટના કાન્હાન રેલ્વે સ્ટેશનના તુકારામનગર વિસ્તારમાં બની હતી. માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પંચનામું તૈયાર કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હરણનું એક ટોળું રેલ્વે ટ્રેક પાર કરી રહ્યું હતું. આ દરમિયાન 6 હરણ હાઇસ્પીડ ટ્રેનની અડફેટે આવી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃત હરણમાંથી પાંચ માદા અને એક નર હરણના મૃતદેહ મળી આવ્યા છે. વન વિભાગની ટીમે મૃત હરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે નાગપુર જિલ્લામાં મુંબઈ-હાવડા મુખ્ય લાઇન પર કાન્હાન રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની ટક્કરથી છ હરણના મોત થયા હતા. આ અકસ્માત સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે અહીંથી લગભગ 30 કિમી દૂર તુકારામ નગર વિસ્તારમાં થયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે હરણનું ટોળું રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યું હતું. કેટલાક જંગલી પ્રાણીઓ ઝડપી ગતિએ આવતી ટ્રેનની ટક્કરે પડ્યા હતા. કાન્હાન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં પાંચ માદા અને એક નર હરણનું મોત થયું છે.

ઘટનાના થોડા સમય પછી, સ્થાનિક રહેવાસીઓએ રેલ્વે ટ્રેક પર મૃત હાલતમાં પડેલું હરણ જોયું. ત્યારબાદ તેમણે પોલીસ અને વન વિભાગના અધિકારીઓને જાણ કરી. પોલીસ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. ત્યારબાદ વન અધિકારીઓએ પંચનામા (ઘટનાસ્થળનું નિરીક્ષણ) કર્યું અને મૃતદેહોનો કબજો લીધો હતો.

સંબંધિત સમાચાર