મહેસાણા નજીકના યાત્રાધામ પાલોદરમાં જોગણીઓ માતાજી મંદિર જવાના મુખ્ય માર્ગ પર ગટર ના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા અહીંથી પસાર થતા ગ્રામજનો અને યાત્રાળુ રોગચાળામાં સપડાય તેવી દહેસત ફેલાઈ છે. મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં તલાટી પોતાની મનમાનીથી ગ્રામજનોને પરેશાન કરી રહ્યાનું વધુ એક વાર સામે આવ્યુ છે. છેલ્લા બે મહિનાથી પાલોદર ગામમાં મુખ્ય માર્ગ પાસેના દલિત વાસ પાસે ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. જેને કારણે ગામજનો અને અહીં આવતા યાત્રાળુઓ રોગચાળામાં સપડાય તેવી દહેશત ફેલાઈ છે.ગટરના પાણી ઘર સુધી પહોંચતા આ નિરાકરણ લાવવા દલિત વાસના રહિશો પંચાયતના મહિલા તલાટી પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા પણ તેમને ઉદ્ધત જવાબ આપ્યો હતો. જેને કારણે ગ્રામજનોમાં નારાજગી પ્રસરી છે.મહિલા તલાટી દ્વારા ગામમાં કેટલાક ખાસ લોકોના જ કામ કરી અને સાચા લાભાર્થીઓને સરકારી સહાયથી દૂર રખાતા હોવાની રાવ પણ ઉઠવા પામી છે
મહેસાણા નજીક યાત્રાધામ પાલોદરમાં ગટરના પાણી રસ્તા પર રેલાતા રોગચાળાનો ખતરો

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં 6.14 લાખના MD ડ્રગ્સ સાથે રાજસ્થાન પોલીસનો કમાન્ડો અને ટ્રાવેલ સંચાલક ઝડપાયા
23 કલાક પહેલા
મહેસાણાવડનગરમાં દુકાનના રિનોવેશન વખતે દીવાલ ધરાશાયી: કાટમાળ નીચે દટાયેલા બે લોકોનો બચાવ
23 કલાક પહેલા
મહેસાણાઊંઝા-પાટણ હાઇવે પર અકસ્માત: ગાયને બચાવવા જતા એસ.ટી. બસ ઝાડીઓમાં ઘૂસી
3 દિવસ પહેલા
મહેસાણાકડીના ખેરપુરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૧.૩૧ લાખની મત્તા ચોરી
5 દિવસ પહેલા
