મેઘરજ તાલુકામાં ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની સ્થિતી દયનીય બની છે. ખેડૂતોએ ચાલુ સીઝનમાં ઘઉં, ચણા, મકાઈ, જીરું અને વરિયાળીનું વાવેતર કરી, મોંઘા બિયારણ અને સારી માવજત દ્વારા પાકને તૈયાર કર્યો છે. હવે જ્યારે પાક તૈયાર થવાની આણી પર છે, ત્યારે ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. ખેડૂતો અને મહિલાઓને પોતાનું નિત્યક્રમનું કામકાજ છોડીને વહેલી સવારથી જ કકડતી ઠંડીમાં મેઘરજના ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. જો સમયસર ખાતર ન મળે તો ઘઉં, ચણા, જીરું અને વરિયાળી જેવા પાકોમાં જીવાતનો ઉપદ્રવ થવાની સંભાવના છે, જે ખેડૂતો માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ મોંઘા ભાવે ખરીદેલા બિયારણ અને કરેલી મહેનત પર પાણી ફરી વળવાની ભીતી છે. ખેડૂતોની માગ છે કે તેમને પૂરતા પ્રમાણમાં અને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમનો પાક બચાવી શકાય અને આર્થિક નુકસાની ટાળી શકાય.
ખાતરની તીવ્ર અછત;ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની સ્થિતી દયનીય

સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
6 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
1 અઠવાડિયા પહેલા
