રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા : આતંકીઓના મદદગારોની ધરપકડ

કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા : આતંકીઓના મદદગારોની ધરપકડ
ઓપરેશન દરમ્‍યાન ભારે માત્રામાં શસ્‍ત્રો-દારૂગોળો જપ્‍ત કર્યા : સર્ચ ઓપરેશન શરૂ સ્‍વતંત્રતા દિવસ પહેલા, સુરક્ષા દળોએ જમ્‍મુ અને કાશ્‍મીરના કુપવારા જિલ્લામાં મોટી સફળતા મેળવી છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્‍મીરના હંદવારા ક્ષેત્રના વજહામા વિસ્‍તારમાં લશ્‍કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદી સહયોગીઓ (ઓવર ગ્રાઉન્‍ડ વર્કર્સ) ની ધરપકડ કરી છે. આ કામગીરી દરમિયાન મોટી માત્રામાં અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્‍યો છે. સુરક્ષા દળોને બાતમી મળી હતી કે હંદવાડાના વજહામામાં આતંકવાદી પ્રવળત્તિઓને અંજામ આપવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેના આધારે, ભારતીય સેના અને જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસે સંયુક્‍ત કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં, ત્રણ શંકાસ્‍પદોની અટકાયત કરવામાં આવી હતી, જેમની ઓળખ લશ્‍કર-એ-તૈયબા માટે કામ કરતા સહયોગીઓ તરીકે થઈ હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર, ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે, અને તેમની પાસેથી મળી આવેલા હથિયારોમાં પિસ્‍તોલ, હેન્‍ડ ગ્રેનેડ અને અન્‍ય વાંધાજનક સામગ્રીનો સમાવેશ થાય છે. સ્‍વતંત્રતા દિવસની આસપાસ આતંકવાદીઓના કોઈપણ મોટા કાવતરાને નિષ્‍ફળ બનાવવા માટે આ કાર્યવાહીને એક મહત્‍વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસ અને સેનાએ આ કાર્યવાહીને વિસ્‍તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવાની તેમની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે વર્ણવી છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, આતંકવાદી નેટવર્કને નબળું પાડવા અને સ્‍થાનિક લોકોની સલામતી સુનિશ્‍ચિત કરવા માટે આવા ઓપરેશન સતત ચાલુ રહેશે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર