પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયનની હત્યાના પ્રત્યાઘાત પાટણમાં ગુંજ્યા

કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી કસુરવાર સામે કાયૅવાહી કરવા અને સ્કૂલની બેદરકારી બદલ સ્કૂલ બંધ કરવાની માંગ કરી
અમદાવાદના મણિનગર સ્થિત સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાનીની હત્યાના વિરોધમાં શુક્રવારે પાટણના સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.તા.20 ઓગસ્ટ 2025ના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર પાટણ અને ઉત્તર ગુજરાતના સિંધી સમાજને હચમચાવી નાંખ્યો છે.
ત્યારે પાટણ સિધી સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં સમાજના આગેવાનોએ હત્યારાને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે જ સેવન ડે સ્કૂલની બેદરકારી બદલ શાળા બંધ કરવાની માંગ પણ કરવામાં આવી છે. આગેવાનોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી લાપરવાહી ચલાવી લેવાશે નહીં. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં પાટણ સિંધી સમાજના આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
18 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
