પૈસા લઈને લગ્ન કરાવી છેતરપિંડી કરનાર ટોળકીને રાધનપુર પોલીસે ઝડપી રૂ.૨,૨૭ લાખના મુદામાલ સાથે મહિલા અને ત્રણ પુરુષોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનમા ધી ભારતીય ન્યાય સંહીતાની કલમ મુજબની ફરીયાદ બાબુભાઈ ભગવાનભાઈ જાતે- ભરવાડ ઉ.વ.૨૭ ધંધો-પશુપાલન રહે.રાધનપુર જેઠાસર તા.રાધનપુર જી-પાટણ વાળાએ નોધાવી આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી ફરીને વિશ્વાસમાં લઇ લગ્ન કરવાના રૂ.૧૦ લાખ તથા ઘરેણા મેળવેલા અને લગ્ન બાદ દુલ્હન ફરાર થઈ ગયેલ અને ફરીયાદી દ્વારા આરોપીઓ પાસેથી પૈસા તેમજ ઘરેણા પરત માંગતા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલ હોઇ જેથી આ તમામ વિરૂધ્ધમાં રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી થયેલ હોય જે બાબતે પોલીસ મહાનિરીક્ષક, ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક, વી.કે.નાયી પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાનાઓની સુચના મુજબ સદર ગુન્હો શોધી કાઢવા માટે કરેલ સુચના આધારે આર.કે.પટેલ પોલીસ ઇન્સપેક્ટર રાધનપુર પોલીસ નાઓના માર્ગદશન હેઠળ રાધનપુર પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને ટ્રેક કરી વડોદરા, રાજકોટ તથા બોટાદ ખાતેથી ધરપકડ કરેલી તેમજ આ કામના આરોપીઓ લગ્ન ઇચ્છુક ફરીયાદીનો કોન્ટેક્ટ કરી લગ્ન કરવાના બહાને રૂા ૧૦ લાખ લીધેલ. પકડાયેલ ઈલાબેન જાતે-પરમાર જેઓએ પોતાનુ નામ હિરલ ધારણ કરેલ. તથા જીવણભાઈ ગોવિંદભાઇ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદ વાળાએ દુલ્હનના પિતા બનેલ તેમજ લક્ષ્મીબેન જીવણભાઇ ગોવિંદભાઇ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદ દુલ્હન ની માતા બનેલ તેમજ મેરાભાઇ જીવણભાઇ ગોવિંદભાઇ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદ દુલ્હન નોભાઇ બનેલ જે હકીકત તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે. તમામ આરોપીઓને ગુનાના કામે અટક કરી છેતરપીંડી થી મેળવેલ રકમ પૈકી રૂપિયા-૧,૫૦,૦૦૦ તથા પાંચ મોબાઈલ કિ.રૂ.૪૧૦૦૦ તથા એક સોનાની વિટીં કિ.રૂ.૩૬૦૦૦ મળી કુલ રૂ-૨,૨૭,૦૦૦ નો મુદામાલ રીકવર કરી ગુનામાં સંડોવાયેલા લક્ષ્મીબેન જીવણભાઇ ગોવિંદભાઇ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદ (દુલ્હનની બનેલ માતા), મેરાભાઈ જીવણભાઈ ગોવિંદભાઇ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદ (દુલ્હનનો બનેલ ભાઇ) ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
રાધનપુર પોલીસે પૈસા લઈને લગ્ન કરાવી છેતરપિંડી કરનાર ટોળકીને રૂ.૨,૨૭ લાખના મુદામાલ સાથે ઝડપી

સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
23 કલાક પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
23 કલાક પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
23 કલાક પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
