રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય23 મે, 2025| Super Admin

POCSO દોષિત ઠેરવવામાં SCએ ઉદારતા દાખવી, પીડિતા સાથે લગ્ન કરેલા દોષિતને સજા ફટકારવાનું ટાળ્યું

POCSO દોષિત ઠેરવવામાં SCએ ઉદારતા દાખવી, પીડિતા સાથે લગ્ન કરેલા દોષિતને સજા ફટકારવાનું ટાળ્યું

(જી.એન.એસ) તા. 23

નવી દિલ્હી,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે POCSO એક્ટ હેઠળ દોષિત વ્યક્તિને સજા આપવાનો ઈનકાર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ નિર્ણયે POCSO એક્ટમાં એક નવો વળાંક લાવ્યો છે. સજા ન આપવા પાછળનું કારણ પીડિતાની સહમતિ દર્શાવ્યું છે.

આ કેમ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પીડિતાએ ક્યારેય આ ઘટનાને ગુનાના રૂપે જોઈ નથી. 2012માં એક 14 વર્ષીય સગીરાએ પોતાની મરજીથી 25 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા હતાં. બાદમાં સગીરાની માતાએ યુવક વિરૂદ્ધ અપહરણ અને બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. યુવકને આ કેસ હેઠળ 2022માં 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ગુનેગાર યુવકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 

આ સાથેજ સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક તેમ પણ કહ્યું હતું કે, પીડિતા આરોપીને સજાથી બચાવવા માટે પોલીસ અને કોર્ટ સામે સતત સંઘર્ષ કરતી રહી. આ મામલો માત્ર એક કાયદાકીય ચર્ચા નહીં, પરંતુ સમાજનું પ્રતિબિંબ છે. જે આપણી ન્યાય પ્રણાલીની ખામીઓને ઉજાગર કરે છે. પીડિતાને સૌથી વધુ નુકસાન આપણા કાયદા, સમાજ અને પરિવારે કરાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે દેશના બંધારણના અનુચ્છેદ 142 હેઠળ વિશેષ શક્તિઓનો પ્રયોગ કરી આરોપીને સજા ન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે, જ્યારે આ ઘટના બની હતી, ત્યારે સગીરાને સ્વતંત્રપણે નિર્ણય લેવાની તક મળી ન હતી. કારણકે, તેને પરિવારે, સમાજે અને કાયદાએ પહેલાંથી જ દોષિત ઠેરવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઈકોર્ટની ટીપ્પણીઓની ટીકા કરી હતી. કોલકાતા હાઈકોર્ટે સગીરાઓને યૌન ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવા સલાહ આપી હતી. તેમજ પીડિતાને શરમમાં મૂકતા રૂઢિવાદી ગણાવી હતી.  



Source link

સંબંધિત સમાચાર