રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
પાટણ9 જુલાઈ, 2026| Super Admin

પાટણમાં ગટરની સમસ્યાથી તોબા: લોકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરના પૂતળા પાણીમાં તરતા મૂક્યા

પાટણમાં ગટરની સમસ્યાથી તોબા: લોકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરના પૂતળા પાણીમાં તરતા મૂક્યા

વોર્ડ નં-11ના રહીશો અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો તાળાબંધીની ચિમકી

ઐતિહાસિક નગરી પાટણના વોર્ડ નંબર 11માં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ગુરૂવારે નગરપાલિકા તંત્ર સામે અનોખો આક્રોશ વ્યક્ત કર્યો છે. વારંવારની રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, અખંડ આનંદ સોસાયટીના મુખ્ય ગેટ પાસે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના પ્રતીકાત્મક પૂતળા બનાવી તેને રસ્તા પર વહી રહેલા ગટરના ગંદા પાણીમાં તરતા કરી  ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. 

આ વિસ્તારમાં આવેલા પવિત્ર મંદિરો અને શાળા-દવાખાના વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય આ ગટરના ગંદા પાણીના કારણે આજુબાજુની 25 જેટલી સોસાયટી ઓના રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં રેડક્રોસ ભવન દવાખાનું, કે.કે. આર્ટ્સ સ્કૂલ અને પદ્મનાભ ભગવાનનું પવિત્ર મંદિર આવેલું છે. આ પવિત્ર મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ, શાળાના નિર્દોષ બાળકો અને દવાખાને સારવાર માટે આવતા દર્દીઓને રોજ ગટરના ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. રાત્રિના સમયે ગંદી વાસ એટલી હદે વકરી જાય છે કે સ્થાનિક લોકો સુખેથી સૂઈ પણ શકતા નથી.

111.jpg 128.22 KB
પાલિકાની  ઘોર બેદરકારી સામે અખંડ આનંદ સોસાયટી સહિત આજુબાજુના રહીશો, શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને વોર્ડ નંબર 11ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.વિરોધ કરી રહેલા આક્રોશિત લોકોએ હાથમાં 'હાયરે નગરપાલિકા હાય હાય', 'હાયરે ચીફ ઓફિસર હાય હાય' અને 'હાયરે પાલિકા પ્રમુખ હાય હાય' લખેલા પ્લેકાર્ડ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કરીને સમગ્ર વિસ્તાર ગજવી મૂક્યો હતો અને બંને અધિકારીઓના પૂતળાને ગટરના પાણીમાં તરતા કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે નગર પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચીફ ઓફિસર પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "પાલિકાના ચીફ ઓફિસર ખાલી ટોપીઓ પહેરીને પોતાની વાહ-વાહી કરી રહ્યા છે. જો તેમને પાટણની ભૂગોળની ખબર ન હોય તો તેમણે પોતાના પટ્ટાવાળાને પૂછવું જોઈ છે.

આ ઐતિહાસિક નગરીને ચીફ ઓફિસરે અને પાલિકા પ્રમુખે ગારા નગરીમાં ફેરવી દીધી છે.  જો આ સમસ્યા હલ નહીં થાય તો મહિલાઓ નગર પાલિકાને તાળાબંધી કરશે. તેવી ચીમકી આપતા વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા એક મહિનાથી આ ગંભીર પ્રોબ્લેમ હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે, જેના કારણે આજે મહિલાઓએ પોતે આગળ આવીને મોરચો સંભાળવો પડ્યો છે. જો આગામી દિવસોમાં આ ગટરની સમસ્યાનું કાયમી અને ટૂંક સમયમાં સોલ્યુશન લાવવામાં નહીં આવે, તો આ વિસ્તારની મહિલાઓ રણચંડી બનશે અને પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની ઓફિસને તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર