રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગૌ ભક્તોના નાદથી ગુંજ્યું પાટણ: 'ગૌ સન્માન આહવાન અભિયાન' હેઠળ પ્રચંડ રેલી યોજાઈ

ગૌ ભક્તોના નાદથી ગુંજ્યું પાટણ: 'ગૌ સન્માન આહવાન અભિયાન' હેઠળ  પ્રચંડ રેલી યોજાઈ

સંતો-મહંતો સાથે વિવિધ ગૌશાળા સંચાલકો અને સનાતની હિન્દુઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા

મામલતદાર કચેરી ખાતે પ્રાર્થના પત્ર અપૅણ કરી ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળે તેવી  માંગ કરી

સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌ હત્યા સમાપ્ત કરવા અને ગૌ માતાને રાષ્ટ્ર સ્તરીય સમ્માન અપાવવા માટે તા.૭ મે ના રોજ ને સનાતનીઓ દ્રારા ગૌ સમ્માન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના ૨૬૮ તાલુકાઓમાં સનાતન પ્રેમીઓ દ્રારા સંતો-મહંતોની આગેવાની હેઠળ ભગવાધારી ધ્વજ સાથે રેલી યોજી. મામલતદાર કચેરી ખાતે પ્રાર્થના પત્ર સુપ્રત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. 

જે અંતર્ગત પાટણ શહેરના રંગીલા હનુમાન મંદિર ખાતે થી સંતો- મહંતો સાથે શહેર ની વિવિધ ગૌશાળાના સંચાલકો, સનાતન સંસ્થાઓ અને મોટી સંખ્યામાં સનાતની હિન્દુઓએ મોટી  ઉપસ્થિત રહી ભગવા ધ્વજ સાથે જોડાઈ મામલતદાર કચેરી સુધી રેલી યોજી ઉપસ્થિત જવાબદાર અધિકારીઓને પ્રાર્થના પત્ર સુપ્રત કરી ભારતમાં ગૌ હત્યા પર પૂર્ણતા પ્રતિબંધ લાગે,ગૌ હત્યા પૂર્ણતા બંધ થાય. શ્રી ગૌમાતાને રાષ્ટ્ર માતા, રાષ્ટ્ર દેવ, રાષ્ટ્ર આરાધ્ય ,રાષ્ટ્ર ધરોહર અથવા રાષ્ટ્ર આધારનું સન્માનિત પદ પ્રાપ્ત આપવામાં આવે, ગૌ સેવા માટે કેન્દ્રીય કાનુન લાગુ થાય અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલય બને જેનાથી સંપૂર્ણ ભારત વર્ષમાં સમાન રૂપથી ગૌ સેવા થઈ શકે તેવી માંગ કરવામાં આવી હતી. અને આગામી સમયમાં સમગ્ર ગુજરાત અને દરેક રાજયોમાં તા.૨૭ જુલાઈ ના રોજ તમામ જિલા કક્ષાએ કલેકટર અને તા. ૨૭ ઓકટોબરના રોજ રાજ્ય કક્ષાએ સચિવના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મહામહિમ રાજયપાલો અને મુખ્યમંત્રીઓને  પ્રાર્થના પત્ર સુપ્રત કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સનાતન હિન્દુઓએ આહવાન કર્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર