રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય1 જૂન, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

યુપીમાં MP-MLA કોર્ટ દ્વારા હેટ સ્પીચ મામલે મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા

યુપીમાં MP-MLA કોર્ટ દ્વારા હેટ સ્પીચ મામલે મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા

(જી.એન.એસ) તા. 31

લખનૌ,

ઉત્તર પ્રદેશની મઉ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના નેતા અબ્બાસ અંસારીને MP-MLA કોર્ટ દ્વારા ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના મઉમાં નેતા દ્વારા આપવામાં આવેલા ભડકાઉ ભાષણના મામલે ધારાસભ્ય અબ્બાસ અંસારને કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે અને ત્રણ હજારનો દંડ આપ્યો છે. મઉ જિલ્લાની એમપી-એમએલએ કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેપી સિંહ દ્વારા આ સજા સંભળાવવામાં આવી હતી.

મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટના 3 માર્ચ, 2022નો છે. જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અબ્બાસ અંસારીએ મઉના પહાડપુર મેદાનમાં આયોજિત એક જનસભામાં સરકાર બનવા પર અધિકારીઓને જોઈ લેવાની ધમકી આપી હતી. આ ભડકાઉ નિવેદનને લઈને વિરોધ થયો હતો અને મઉ કોતવાલીના તત્કાલિન સબ-ઇન્સ્પેક્ટર ગંગારામ બંદેએ તેમની સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

નેતા અબ્બાસ અંસારી પર IPCની 6 કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં કલમ 506, કલમ 171F, કલમ 189, કલમ 153A, કલમ 120Bનો સમાવેશ થાય છે. આ કલમો હેઠળ નોંધાયેલા કેસની સુનાવણી મઉ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ડૉ. કેપી સિંહની કોર્ટમાં ચાલી રહી હતી, જેમણે હવે અબ્બાસ અંસારીને ગુનેગાર ઠેરવ્યા છે. આ કેસ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અબ્બાસ અંસારી માત્ર પૂર્વ બાહુબલી સાંસદ મુખ્તાર અંસારીના પુત્ર જ નથી, પરંતુ હાલમાં મઉ બેઠકના ધારાસભ્ય પણ છે.



Source link

સંબંધિત સમાચાર