રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા6 ઑક્ટોબર, 2025| Super Admin

મહેસાણા એલસીબીએ બંધ મકાનમાંથી 1470 લિટર દેશી દારૂ ઝડપ્યો

મહેસાણા એલસીબીએ બંધ મકાનમાંથી 1470 લિટર દેશી દારૂ ઝડપ્યો
મહેસાણા એલસીબીએ ભાણપુરમાંથી 2.94 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપ્યો, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે વિજાપુર તાલુકાના ભાણપુર ગામમાં એક બંધ મકાનમાંથી ₹2,94,000 ની કિંમતનો 1470 લિટર દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ કેસમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દેશી દારૂ બંધ મકાનની ઓસરીમાં સંતાડ્યો LCB પોલીસ સ્ટાફ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભાથીપુરા ગામના રાઠોડ સંજયસિંહ કનુસિંહ, રાઠોડ કલ્પેશસિંહ ફુલસિંહ, અને રાઠોડ વિષ્ણુસિંહ ઉર્ફે રઘો કનુસિંહ સાબરમતી નદીના પટમાંથી દેશી દારૂ ગાળીને પ્લાસ્ટિકના કેરબામાં ભરી ભાણપુર ગામના પરમારવાસમાં આવેલા પનાભાઈ ગોકુળભાઈ પરમારના બંધ મકાનની ઓસરીમાં સંતાડીને તેનો વેપાર કરી રહ્યા છે. પ્લાસ્ટિકના કુલ 42 કેરબા મળી આવ્યા આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. ભાણપુરના પરમારવાસમાં આવેલા બંધ મકાનની ઓસરીમાંથી પ્લાસ્ટિકના કુલ 42 કેરબા મળી આવ્યા હતા, જેમાં 1470 લિટર દેશી દારૂ ભરેલો હતો. આ જથ્થાની કિંમત ₹2,94,000 અંદાજવામાં આવી છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો પોલીસે મકાનની બાજુમાં રહેતા પરમાર જગાભાઈ રેવાભાઈની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ મકાન પનાભાઈ ગોકુળભાઈ પરમારનું હતું, જેઓનું અવસાન થઈ ગયું છે અને તેમના કોઈ વારસદાર નથી, જેના કારણે મકાન બંધ હાલતમાં છે. જગાભાઈએ વધુમાં જણાવ્યું કે આ દારૂનો જથ્થો રાઠોડ સંજયસિંહ, રાઠોડ કલ્પેશસિંહ અને રાઠોડ વિષ્ણુસિંહએ અહીં મૂક્યો હતો.આ માહિતીના આધારે, પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ, આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.      

સંબંધિત સમાચાર