રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં ભક્તિ સભર માહોલમાં મહાવીર જન્મકલ્યાણક ની ઉજવણી કરાઈ

પાટણમાં ભક્તિ સભર માહોલમાં મહાવીર જન્મકલ્યાણક ની ઉજવણી કરાઈ

મહાવીર સ્વામી જિનાલય ખાતે પંચ કલ્યાણક પૂજા સાથે આંગી સજાવાય; જૈન ધર્મના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની ગુરૂવારે પાટણ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે જન્મેલા મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે શહેરના ઢંઢેરવાડામાં આવેલા મહાવીર સ્વામી જિનાલયમાં પુજા- આરાધનાનું વિશેષ આયોજન કરાયું હતું. જિનાલયમાં બિરાજમાન પ્રભુ મહાવીરની પ્રતિમાને કેસર,વરખ, ફૂલ, સૂતરના દોરા અને બાદલાથી સુંદર આંગી કરવામાં આવી હતી. જેના દિવ્ય દર્શન કરી સર્વ ભકતોએ ધન્યતા અનુભવી હતી. શહેરના સાલવીવાડા ના શાંતિનેમી મંડળ દ્વારા પંચ કલ્યાણક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. તો પીંપળાગેટ વિસ્તારના પ્રાચીન પંચાસર દેરાસરમાં પણ આ પવિત્ર પ્રસંગે વિશેષ આયોજન કરાયું હતું જેમાં અહીં પાર્શ્વનાથ પ્રભુની સુંદર આંગી રચના કરી જૈન અને જૈનેતર શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના અને અભિષેક વિધિમાં ભાગ લઈભક્તોએ ભગવાન મહાવીર સ્વામીના શુભ આશીર્વાદ પ્રાપ્ત કયૉ હતાં.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર