હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નિરમંડમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે, જેમાં બે બાળકો સામેલ છે. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૨૩ થઈ ગયો છે. ગ્રામ પંચાયતના સરપંચ ભોગારામે જણાવ્યુ કે, સોમવારે રાત્રે લગભગ ૧-૩૦ કલાકે ઘાટૂ પંચાયતના શરમાની ગામમાં વાદળ ફાટવાથી થયેલા ભૂસ્ખલનમાં બે ઘર સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયા. જેના કારણે એક જ પરિવારના પાંચ સભ્યો - બ્રેસ્ટી દેવી (૫૦), તેમનો પુત્ર ચુન્ની લાલ(૩૨), વહુ અંજુ (૨૫) અને પૌત્ર-પૌત્રી જાગૃતિ (૮) અને ભૂપેશ (૮) કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ગામના સરપંચે જિલ્લા વહીવટીતંત્રને આ ત્રાસદીની સૂચના આપી દીધી અને ગ્રામજનોએ સોમવારે રાતથી જ શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
હિમાચલમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય'જો મને પહેલાથી ખબર હોત તો મેં કો-પાયલટ પર શંકા ન કરી હોત', કેપ્ટન સ્મિત માછર ફ્લાયદુબઈ ઘટનાને યાદ કરી
34 મિનિટ પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધીએ ગોવામાં ગર્જના કહ્યું, 'આખો દેશ જાણે છે કે સીઈસી જ્ઞાનેશ કુમાર વોટ ચોરી કરે છે'
36 મિનિટ પહેલા
રાષ્ટ્રીયલખનૌ શિવ શર્મા મૃત્યુ કેસ: પોલીસે ફરાર મોડેલ શ્રદ્ધા દુબે અને અન્ય લોકો સામે ઈનામ વધારીને 50,000 કર્યું
37 મિનિટ પહેલા
રાષ્ટ્રીયકોલકાતાના બહુ બજાર વિસ્તારમાં આગામી ત્રણ દિવસ માટે કલમ 163 લાગુ
2 કલાક પહેલા
