રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા21 ઑગસ્ટ, 2025| Super Admin

મહેસાણામાં હિંદુ સંગઠનો દ્વારા જન આક્રોશ રેલી યોજી વિધર્મીઓ વિરુદ્ધ કલેકટરને આવેદન આપ્યું

મહેસાણામાં હિંદુ સંગઠનો દ્વારા જન આક્રોશ રેલી યોજી વિધર્મીઓ વિરુદ્ધ કલેકટરને આવેદન આપ્યું
મહેસાણા શહેરમાં ગત સપ્તાહે શહેરના કસબા વિસ્તારમાં બજરંગદલના કાર્યકર ધારનીક મહેરિયા નામના યુવકને વાહનની ટક્કર વાગવાની બાબતે બાનમાં લઈને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ થોડા વર્ષ પહેલા ધાર્મિક મહેરિયાએ લવ જેહાદની એક ઘટનામાં મહત્વની ભૂમિકા ભજવીને લવ જેહાદ જેવી ઘટના બનતા રોકી હતી તેની દાઝ રાખી કસબા વિસ્તારના અમુક અસામાજિક તત્વો દ્વારા ઈરાદાપૂર્વક વાહનની ટક્કર મારવાનો બનાવ ઉપજાવી કાઢી ધાર્મિકને ઠોર માર મારવામાં આવતાં ધાર્મિક ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો. ગત અઠવાડિયામાં ધાર્મિક મહેરિયા બાઇક લઈને નીકળેલા જેની કસબા વિસ્તારમાં એક રીક્ષા સાથે ટક્કર થઈ હતી. જેમાં બન્નેય પક્ષે સામસામે બોલચાલ થઈ હતી જેમાં કસબા વિસ્તારના લઘુમતી કોમના અગ્રણી અયૂબ ખાન સહિતના અન્ય ચાર વિધર્મી યુવકોએ ધાર્મિક મહેરિયા પર અચાનક જ હીંચકારો હુમલી કરી દીધો હતો. જેના પગલે મહેસાણા શહેરની શાંતિ હણાતી હોવાનું જાણી હિંદુ યુવક પર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જે બાદ સમગ્ર મહેસાણા શહેરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં હિંદુ સંગઠનોમાં આ બનાવ બાબારે ભારે રોષ વ્યાપી ગયો હતો. હિંદુ સંગઠના કાર્યકર ધાર્મિક મહેરિયા પર વિધર્મીઓ દ્વારા થયેલા હીંચકારા હુમલાના વિરોધમાં શહેરના તમામ હિંદુ સંગઠનો એક થઈ જઈ જનાક્રોશ રેલીનું આયોજન કરીને આ બાબતે ગુનેગારો પર યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. જેમાં મહેસાણા શહેરભરના અસંખ્ય હિંદુઓ એકત્રિત થઈ હુમલાના વિરોધમાં નારેબાજી કરી આરોઈઓ વિરોધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હિંદુ સંગઠનો દ્વારા આ રેલી આંબેડકર ચોકથી શરૂ કરીને વાયા તોરણવાળી ચોક થઈને કલેકટર કચેરી સુધી યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટરને આપવામાં આવેકા આવેદન બાદ પણ જો તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિંદુ સંગઠનો દ્વારા રસ્તા પર ઉતરી આંદોલન કરવા તેમજ વિધર્મીઓએ આ બાબતનું ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી હતી.

સંબંધિત સમાચાર