એક બાજુ નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીએસટી રેટ ઓછો કરવાને લઈને નાનામાં નાની જાણકારી આપી રહ્યાં હતા. ત્યારે પીએમ મોદીનું પણ આ જાહેરાતને લઈને રિએક્શન સામે આવ્યું છે. તેઓએ આને નવા જમાનાનો જીએસટી ગણાવતા એક્સ પર લખ્યું. સ્વતંત્રતા દિવસ પર સંબોધનમાં મેં કહ્યું હતુ કે, અમે જીએસટીમાં આગલી પેઢીમાં સુધારો લાવવાનો ઇરાદો રાખીએ છીએ. કેન્દ્ર સરકારે વિસ્તૃત પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેમાં વ્યાપક જીએસટી દરનું તાર્કિક પુનર્ગઠન અને પ્રક્રિયા સુધાર સામેલ છે. તેનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોના જીવનને સરળ બનાવવું અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો છે. વડાપ્રધાન મોદીએ પોતાની વાત પૂરી કરતા આગળ કહ્યું કે, જીએસટી કાઉન્સિલ જેમાં કેન્દ્ર અને રાજ્ય બંને સામેલ છે. મને એ વાતની ખુશી થઈ રહી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તુત જીએસટી દરોમાં ઘટાડા અને સુધારાના પ્રસ્તાવોને સામુહિક રીતે મંજૂરી આપવામાં આવી છે. તેનાથી સામાન્ય નાગરિક, ખેડૂતો, એમએસએમઈ, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને લાભ મળશે. આ વ્યાપક સુધારો આપણા નાગરિકોના જીવનને વધુ સારો બનાવશે અને તમામ માટે, ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યવસાયકારો માટે, વેપાર કરવામાં સરળતા રહેશે.
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
જીએસટી સુધારો લોકોના જીવનને વધુ સારુ બનાવશે : પીએમ મોદી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#business#PM MODI#Central government#Independence day#Finance minister#GST#economy#GST Council
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય'સત્ય બદલાશે નહીં,' નાના પાટેકરના પુત્ર મલ્હારે તનુશ્રી દત્તાને વળતો જવાબ
10 કલાક પહેલા
રાષ્ટ્રીયSIR અફવાઓનો વિરોધ કરશે ભાજપ, દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરશે
12 કલાક પહેલા
રાષ્ટ્રીયવિરોધ પ્રદર્શન પહેલા અભિજીત દિપકેની અટકાયત કરવામાં આવી હતી, નેહા બોરાની પણ અટકાયત
12 કલાક પહેલા
રાષ્ટ્રીયસીજેપીના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ
15 કલાક પહેલા
