રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ શહેરમાં મૃત પક્ષીઓની અંતિમયાત્રા : 30 જેટલા પક્ષીઓના મોત

પાટણ શહેરમાં મૃત પક્ષીઓની અંતિમયાત્રા : 30 જેટલા પક્ષીઓના મોત

પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થયેલી કરુણાંતિકામાં 30 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓએ લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મૃત પક્ષીઓની અંતિમયાત્રા યોજી હતી. શહેરમાં ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિશેષ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તાત્કાલિક મદદ માટે હેલ્પલાઈનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ છતાં, પતંગની દોરીથી ઘવાયેલા 30 પક્ષીઓના મોત થયા હતા. જીવદયા પ્રેમીઓએ આ મૃત પક્ષીઓની અંતિમયાત્રા રેલવે સ્ટેશનથી ત્રણ દરવાજા સુધી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા હતા. ત્યારબાદ સરસ્વતી નદી કિનારે પક્ષીઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પક્ષીઓ પ્રત્યે સંવેદના જગાડવાનો અને ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓની સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર