રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ડિજીટલ એરેસ્ટ કરીને છેતરપિંડી 3 શખ્સોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી

ડિજીટલ એરેસ્ટ કરીને છેતરપિંડી 3 શખ્સોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી

ડિજીટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરનારા 3 શખ્સોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી અજાણ્યા શખ્સોએ કાવતરૂ ઘડીને એક વ્યક્તિને પાર્સલમાં ડ્રગ્સ તથા ફેક પાસપોર્ટ હોવાનું તતા કરોડોનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને તેને ડિજીટલ એરેસ્ટ કર્યો હતો. બાદમાં તેની સાથે રૂ.17,00,000 ની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ કસ્ટમ ઈન્સ્પેક્ટર દિલ્હી હેડ ક્વાટર્સ દ્વારા તમારૂ પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું હતું તે પાર્સલમાં 16 બનાવટી પાસપોર્ટ તથા 58 એટીએમ કાર્ડ અને 140 GD MDM ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહ્યું હતું. જેની ઈન્ક્વાયરી કરવા માટે આધારકાર્ડ તથા બેન્ક એકાઉન્ટ વેરીફિકેશન કરવાને બહાને દિલ્હીના વસંતકુંજ પોલીસ સ્ટેશનના ખોટી પોલીસની ઓળખ બતાવી હતી. બાદમાં ફરિયાદ કરવાને બહાને એચડીએફસી બેન્કના મેનેજર દ્વારા 40 કરોડનું મની લોન્ડરિંગ કરેલ છે જેથી તમને 10 ટકા લેખે કમિશન મેળવ્યું હોવાનું કહીને આ વ્યક્તિને એરેસ્ટ વોરન્ટ તથા એરેસ્ટ સિઝર વોરન્ટ તતા કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ લેટર મોકલ્યા હતા. ઉપરાંત એઓનલાઈન બેન્ક એકાઉન્ટનું નેરીફાઈ કરીને લિગલાઈઝેશનના અલગ અલગ બહાના હેઠળ રૂ.17,00,000 મેળવી લઈને ડિજીટલ એરેસ્ટ કરીને છેતરપિંડી કરી હતી. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને 3 આરોપીની ધરપકડ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર