રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બિઝનેસ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહાકુંભ દરમિયાન ફલાઈટના ભાડા થયા બમણા, સરકારે બોલાવી બેઠક

મહાકુંભ દરમિયાન ફલાઈટના ભાડા થયા બમણા, સરકારે બોલાવી બેઠક
પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ યોજાયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. એટલું જ નહીં, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા અને 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં દરરોજ કરોડો લોકો પહોંચી રહ્યા છે. બસ અને ટ્રેનમાં ટિકિટ ન મળતા લોકો સંગમમાં ડૂબકી મારવા માટે ફ્લાઈટ દ્વારા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. દિલ્હી અને મુંબઈથી પ્રયાગરાજ જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે, આવી સ્થિતિમાં એરલાઈન્સ કંપનીઓએ દિલ્હી અને મુંબઈથી પ્રયાગરાજ જતી ફ્લાઈટના ભાડામાં અનેક ગણો વધારો કર્યો છે. ડીજીસીએની સાથે સરકાર પણ પ્રયાગરાજમાં ભાડાને લઈને આશ્ચર્યમાં છે. પ્રયાગરાજની ફ્લાઈટ ટિકિટોને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વની બેઠક બોલાવી છે. ફ્લાઈટ ટિકિટની કિંમત 50 થી 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે 29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યા, 3જી ફેબ્રુઆરીએ બસંત પંચમી અને 12મી ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા જેવા મુખ્ય તહેવારોને ધ્યાનમાં રાખીને એરલાઇન કંપનીઓએ પ્રયાગરાજની ટિકિટ ભાડામાં અનેકગણો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઈટ ટિકિટની કિંમત 10 થી 15 હજાર રૂપિયા હોય છે. જ્યારે મુંબઈથી પ્રયાગરાજનું ભાડું પણ લગભગ એટલું જ છે. પરંતુ શાહી સ્નાનની તારીખો માટે પ્રયાગરાજ જવાનું ભાડું 50 થી 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. લંડનની ફ્લાઇટ કરતાં ટિકિટની કિંમત વધુ મોંઘી બની છે 3 ફેબ્રુઆરીના રોજ, દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઈટ ટિકિટ 50,000 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે મુંબઈથી પ્રયાગરાજની ફ્લાઈટની ટિકિટની કિંમત 50,000 થી 60,000 રૂપિયાની વચ્ચે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 3 ફેબ્રુઆરીએ દિલ્હીથી લંડનની ફ્લાઈટનું ભાડું 30,000થી 37,000 રૂપિયા છે. દિલ્હીથી પ્રયાગરાજનું હવાઈ અંતર લગભગ 578 કિમી છે જ્યારે દિલ્હી અને લંડન વચ્ચેનું અંતર લગભગ 6744 કિમી છે. 3 ફેબ્રુઆરીએ જ દિલ્હીથી સિંગાપોર ફ્લાઇટનું ભાડું 24 થી 25 હજાર રૂપિયાની આસપાસ છે. દિલ્હીથી સિંગાપોરનું હવાઈ અંતર 4155 કિમી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર