પાટણ જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારના જળસંચય અભિયાનમાં સહભાગી બન્યા

ચાણસ્મા ના ખોરસમગામના ખેડૂતે હોલિયા દ્વારા વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતાર્યું; જળ સંચય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભજળનું પુનઃભરણ અને પાણીના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવું છે. આ અભિયાન ખેતી, પીવાના પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે પાણીના સંસાધનોનું સંરક્ષણ અને વ્યવસ્થાપન કરે છે. ગુજરાતમાં 'જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન જેવી યોજનાઓ આનું ઉદાહરણ છે, જે ખેત તળાવો, ચેકડેમ અને વોટરશેડ મેનેજમેન્ટ દ્વારા જળ સંચયને પ્રોત્સાહિત કરે છે.
પાટણ જિલ્લામાં પણ ખેડૂતો જળસંચય અભિયાનમાં સહભાગી બન્યા છે.જેમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામના ખેડૂત દિવાનજી ગાંડાજીએ ખેતરમાં હોલિયું મૂકી વરસાદી વહી જતા પાણીનો સંગ્રહ કરી તેમની સિંચાઇની જરૂરિયાત પૂર્ણ કરી છે. તેમજ વરસાદી પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાથી પાણીનું સ્તર ઊંચું આવે છે. હોલીયા ને લીધે તેમની ખેતી વરસાદ આધારિત રહી નથી. તેઓ કહે છે કે આવા હોલીયા જો દરેક ખેડૂત પોતાના ખેતરમાં બનાવે તો પોતાની જમીન સાથે આજુબાજુની જમીનમાં પણ પાણીના સ્તર ઊંચા આવશે અને ખેડૂતોની પાણીની સમસ્યાનું નિરાકરણ થશે. હોલિયાનો મુખ્ય હેતુ ચોમાસામાં ખેતરનું વહી જતું વધારાનું પાણી હોળિયામાં સંગ્રહ થતુ હોવાથી પાણીના સ્તર ઊંચા લાવવામાં ઉપયોગી થાય છે.
ટેગ્સ:#Patan district#Rainwater Harvesting#Agricultural Practices#Groundwater Recharge#Ecological Balance#Community Initiatives#Jal Shakti Abhiyan#Water Conservation Campaign#Sustainable Water Use#Farmers Participation#Khorsam Village#Holiya Technique#Irrigation Solutions#Monsoon Management#Water Level Improvement
સંબંધિત સમાચાર
પાટણકેરળના શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવા મામલે પાટણમાં વિરોધ દર્શાવ્યો
15 કલાક પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર મગફળીના ભૂંસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
15 કલાક પહેલા
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
4 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
5 દિવસ પહેલા
