રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ27 નવેમ્બર, 2024| Super Admin

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવૅર ડાઉન થતા રાશનકાર્ડ ધારકો ના ઈ-કેવાયસી અટક્યા

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવૅર ડાઉન થતા રાશનકાર્ડ ધારકો ના ઈ-કેવાયસી અટક્યા

સવારથી જ ઈ-કેવાયસી માટે લાઈનો ઉભા રહેતાં રાશનકાર્ડ ધારકો મા નારાજગી સરકાર પોતાની ઓનલાઇન પ્રક્રિયા સુધડ બનાવી પછી જ આવી યોજના અમલમાં મુકે તેવી માગ ઉઠી પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રાશનકાર્ડ ધારકો માટે ચાલતી ઈ- કેવાયસી પ્રક્રિયા સરકારી સર્વર ડાઉન થવાથી વારંવાર બંધ થઈ જતાં નાગરિકો હેરાન પરેશાન બન્યા છે. પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે વારંવાર પુરવઠા વિભાગ ની કચેરીનો સંપર્ક કરે છે પરંતુ સરકારનું ઈ-કેવાયસી સર્વર ડાઉન હોવાથી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી થઈ શકતી નથી જેને કારણે લોકો ને ધકકા ખાવા નો વારો આવ્યો છે. 

પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ સવૅર ડાઉન મામલે જણાવવામાં આવે છે કે નાગરિકો રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી  ઈ-કેવાયસી થઈ શકતું નથી. પાટણ શહેરમાં આવેલા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવા માટેના રાશનકાર્ડ ની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ-કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે.

સંબંધિત સમાચાર