રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

તિરૂપતિ મંદિરમાં શ્રદ્ધાળુએ ૧૨૧ કિલો સોનું ચઢાવ્‍યું : કિંમત ૧૪૦ કરોડ

તિરૂપતિ મંદિરમાં શ્રદ્ધાળુએ ૧૨૧ કિલો સોનું ચઢાવ્‍યું :  કિંમત ૧૪૦ કરોડ

વિશ્વ પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓએ દાનની નવી મિસાલ કાયમ કરી છે. તાજેતરમાં એક અજાણ્‍યા ભક્‍તે મંદિરને ૧૪૦ કરોડ રૂપિયાની કિંમતનું ૧૨૧ કિલો સોનું દાન કર્યું છે. આ ભક્‍તે પોતાની શ્રદ્ધા અનુસાર જે રીતે અઢળક સંપત્તિનું દાન કર્યું છે, તેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ માહિતી આંધ્ર પ્રદેશના મુખ્‍યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક જાહેર કાર્યક્રમમાં આપી હતી. ગુન્‍ટુર જિલ્‍લાના એક કાર્યક્રમ દરમિયાન મુખ્‍યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ દાનની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ‘એક ભક્‍તે તિરુપતિ મંદિરમાં પ્રાર્થના કરી હતી કે, જો તેનો વ્‍યવસાય સફળ થાય, તો તે મોટું દાન કરશે.' આ ભક્‍તે પોતાનો વ્‍યવસાય શરૂ કર્યો અને તેમાં અદભુત સફળતા મેળવી છે. તેણે પોતાની કંપનીના શેર વેચીને ૬૦૦૦થી ૭૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.મુખ્‍યમંત્રીના જણાવ્‍યા મુજબ, ‘ભક્‍તે કહ્યું કે, તેને શ્રી વેંકટેશ્વર સ્‍વામીએ કૃપાથી ધન મળ્‍યું છે. જ્‍યારે તેમને ખબર પડી કે, મંદિરની મૂર્તિને દરરોજ ૧૨૦ કિલો સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે, ત્‍યારે તેમણે ૧૨૧ કિલો સોનું દાન કરવાનો સંકલ્‍પ કર્યો હતો. આ સોનાની કિંમત આશરે ૧૪૦ કરોડ રૂપિયા છે. ભક્‍તે કહ્યું કે તે ભગવાન શ્રી વેંકટેશ્વરને સમૃદ્ધિનું પ્રતીક માને છે અને તેમની કૃપાથી જ તેને આ સફળતા મળી છે.' તિરુમાલાનું શ્રી વેંકટેશ્વર મંદિર ભારતના સૌથી ધનાઢ્‍ય મંદિરોમાંનું એક છે. અહીં સામાન્‍ય ભક્‍તોથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી, દરેક વ્‍યક્‍તિ પોતાની શક્‍તિ મુજબ દાન કરે છે. આ મંદિરમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં દાન મળતું રહ્યું છે. મે ૨૦૨૫ ઉદ્યોગપતિ સંજીવ ગોયન્‍કાએ ૩.૬૩ કરોડ રૂપિયાનો હીરાજડિત સોનાનો હાર દાન કર્યો હતો. જુલાઈ ૨૦૨૫ ચેન્નઈ સ્‍થિત સુદર્શન એન્‍ટરપ્રાઈઝે ૨.૪ કરોડ રૂપિયાની કિંમતનું ૨.૫ કિલો સોનું દાન કર્યું હતું. જાન્‍યુઆરી ૨૦૨૫ નિવૃત્ત આઈઆરએસ અધિકારી વાય.વી.એસ.એસ. ભાસ્‍કર રાવે મંદિર ટ્રસ્‍ટને ૩.૬૬ કરોડ રૂપિયાની સંપત્તિ સોંપી હતી.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર