રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા11 જુલાઈ, 2026| Super Admin

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસની એન્ટ્રી: ૧૦ વર્ષીય બાળક સંક્રમિત થતાં આરોગ્ય તંત્ર સતર્ક

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસની એન્ટ્રી: ૧૦ વર્ષીય બાળક સંક્રમિત થતાં આરોગ્ય તંત્ર સતર્ક

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા લાછડી ગામમાં ચાંદીપુરમ વાયરસનો પોઝિટિવ કેસ સામે આવતાં વહીવટી તંત્ર સાબદું બન્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૬ઠ્ઠી જુલાઈના રોજ આ ગામના એક ૧૦ વર્ષના બાળકને મગજનો તાવ અને આંચકી આવવા જેવી સમસ્યાઓ જોવા મળી હતી. આ લક્ષણો ચાંદીપુરમ વાયરસને મળતા આવતા હોવાથી તેને તાત્કાલિક અસરથી વડનગર સ્થિત જી.એમ.ઇ.આર.એસ. (GMERS) મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના રક્તના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આરોગ્ય વિભાગનાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાલમાં આ સંક્રમિત બાળકની તબિયત સ્થિર છે. રાહતની વાત એ છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલા સઘન સર્વેમાં ગામમાંથી અન્ય કોઈ નવો કે શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી. આ ઉપરાંત, વડનગરની આજ હોસ્પિટલમાં સાબરકાંઠા જિલ્લાના અન્ય બે શંકાસ્પદ દર્દીઓ (એક ત્રણ વર્ષની બાળકી અને એક ૧૦ વર્ષનો બાળક) પણ પોતાની સારવાર હેઠળ છે.

જિલ્લામાં ચાંદીપુરમની પુષ્ટિ થતાં જ કલેક્ટર એસ. કે. પ્રજાપતિ અને ડીડીઓ ડૉ. અંચુ વિલ્સનના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ ઉચ્ચ આરોગ્ય અધિકારીઓની દેખરેખમાં લાછડી ગામમાં યુદ્ધના ધોરણે રોગ નિયંત્રણ કામગીરી શરૂ કરાઈ હતી. આરોગ્યની ટીમોએ ૧૮૩ ઘરોનો ડોર-ટુ-ડોર સર્વે કરી ૮૨૧ જેટલા નાગરિકોની સ્વાસ્થ્ય તપાસણી કરી હતી. સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારના ૫૦થી વધુ મકાનોમાં મેલેથીયોન પાવડર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ૨,૨૫૬ની વસ્તી ધરાવતા આ ગામના લોકોને રોગચાળા બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ચાંદીપુરમ એ મુખ્યત્વે 'રેત માખી' (સેન્ડ ફ્લાય) કરડવાથી ફેલાતો એક જોખમી વાયરસજન્ય રોગ છે. આ રોગ મોટેભાગે ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોને પોતાનો શિકાર બનાવે છે અને બાળકના મગજ પર સીધી અસર કરી ગંભીર સ્થિતિ ઊભી કરે છે. આ વાયરસ જીવલેણ બની શકે છે, તેથી તેનું વહેલું નિદાન અને સત્વરે સારવાર ખૂબ જ આવશ્યક છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સર્વેની કામગીરીમાં સહકાર આપે અને જો કોઈ બાળકમાં શંકાસ્પદ લક્ષણો દેખાય તો જરાય વિલંબ કર્યા વિના નજીકના સરકારી દવાખાનાની મુલાકાત લે.

ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર