રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય4 જૂન, 2026| Super Admin

મોટી પહેલ: વિશ્વ પર્યાવરણ દિને બ્રહ્માકુમારીઝનું 90 લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય શરૂ

મોટી પહેલ: વિશ્વ પર્યાવરણ દિને બ્રહ્માકુમારીઝનું 90 લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય શરૂ

દેશના ૮૦૦૦ સેવા કેન્દ્રો પર્યાવરણ સપ્તાહ મનાવાશે

બ્રહ્માકુમારીઝના ૯૦ વર્ષ પૂર્ણ થતા ૯૦ લાખ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાશે

વિશ્વમાં વધતા જતા પ્રદૂષણે માનવને શ્વાસ લેવા માટે અનેક શુદ્ધિકરણના કાર્યો કરવા મજબૂર કરેલ છે. ધરતી માતાએ આપેલ કરોડો વૃક્ષોને વિશ્વ માનવ સ્વાર્થવૃત્તિ સંતોષવા જમીનદોસ્ત કરેલ છે. અને વાયુ મંડળને પ્રદૂષણમાં પરિવર્તન કરી દીધેલ છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્ત્વ વધી જાય છે અને માનવ માત્રને વાયુ મંડળને શુદ્ધિકરણ કરવા પ્રેરે છે. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાન્ત ત્રિવેદીના જણાવ્યાનુસાર બ્રહ્માકુમારીઝ સંસ્થાના ૯૦ વર્ષ પૂર્ણ થતા આજે યજ્ઞ રૂપ વિશ્વ પર્યાવરણ દિવસે તેમના ૮૦૦૦ સેવાકેન્દ્રો પર પ્રકૃતિ પરિવર્તન પ્રોજેક્ટનો શુભ આરંભ આબુથી કરવામાં આવશે. જે સપ્તાહ ભર ચાલશે તથા પર્યાવરણ સંરક્ષણ - યોગિક કૃષિજળ સંરક્ષણ સ્વચ્છતા અને વૃક્ષારોપણના તબક્કાવાર કાર્યક્રમો યોજાશે. જેમાં આ વર્ષે ૯૦ લાખ વૃક્ષારોપણના સંકલ્પને સિદ્ધ કરવામાં આવશે.

આજે બ્રહ્માકુમારીઝના ૮૦૦૦ સેવા કેન્દ્રો પર સવારે ૬ થી ૯ વૈશ્વિક વાયુમંડલની શુદ્ધતા માટે ગહન રાજયોગ તપસ્યા દ્વારા શુદ્ધ સંકલ્પોનો સંગઠિત યોગ ધ્યાન યોજાશે. જેમાં ૭ લાખ બ્રહ્માકુમાર ભાઈ બહેનો જોડાશે. તથા સપ્તાહભર પર્યાવરણની શુદ્ધિ માટે અનેક પ્રદર્શનો પ્રવચનો સામૂહિક કાર્યક્રમો વૃક્ષારોપણ જાગૃતિ અભિયાનો યોજાશે. ગુજરાતભરના ૬૦૦ સેવાકેન્દ્રો પર માત્ર પર્યાવરણની શુદ્ધિકરણ સાથે વાયુ મંડળને સકારાત્મક અધ્યાત્મ સશક્ત અને શક્તિશાળી બનાવવા સામૂહિક રાજયોગ ધ્યાન તથા સંગઠિત સંકલ્પો બ્રહ્માકુમારીઝ દ્વારા લેવડાવવામાં આવશે. સાથે મનની શુદ્ધિ દ્વારા વાતાવરણને શુદ્ધ બનાવવા સતત સપ્તાહભરના કાર્યક્રમોમાં ૨૫ હજાર બ્રહ્માકુમારી બહેનો જોડાશે.

સંબંધિત સમાચાર