પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની શુભકામનાઓ વ્યક્ત કરતા મુખ્યમંત્રી

શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રશ્નો બાબતે પણ મુખ્યમંત્રીએ ઘટતું કરી આપવાની હૈયાધારણા આપી
પાટણ શહેર માંથી નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રાને લઈને મંગળવારે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને તાજેતરમાં હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે વરણી થયેલ કે.સી.પટેલ સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત સમાજ આગેવાન તેમજ પાટણ શહેરના સિધ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય દ્વારા તૈયાર કરવામાં આવેલ સનાતન સંસ્કૃતિના પ્રતિકો પુસ્તક મુખ્યમંત્રી ને અપૅણ કરી પાટણ ખાતે થી નીકળનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા મા પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. તો આ શુભેચ્છા મુલાકાત મા જોડાયેલા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી યશપાલ સ્વામી અને સમાજના આગેવાન શાંતિભાઈ સ્વામી એ પણ શ્રી પદ્મનાભ મંદિર ના કેટલાક પ્રશ્નોની યાદી લેખિતમાં મુખ્યમંત્રી ને આપી રજુઆત કરી હતી.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#patan#Bhupendrabhai Patel#Religious Celebrations#Community Engagement#Social Leaders#Cultural Events#Rath Yatra#Lord Jagannath#Gujarat Chief Minister#Temple Trusts
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
3 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
