છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલાથી અમેરિકા હચમચી ગયું છે. હવે અમેરિકાના ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં ભયાનક ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. આ પહેલા બુધવારે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ISISના આતંકવાદીએ એક કાર ઘુસીને 15 લોકોના મોત નિપજ્યા હતા. બીજો હુમલો અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પની હોટલની બહાર થયો હતો. જેમાં ટેસ્લા સાયબરટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 7 લોકો ઘાયલ થયા હતા. આ પછી અમેરિકાના હોનોલુલુમાં થયેલા બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. હવે ન્યૂયોર્કમાં આ ચોથી મોટી ઘટના બની છે. અહેવાલો અનુસાર, ફાયરિંગની આ ઘટના ક્વીન્સમાં અમાઝુરા નાઇટ ક્લબમાં બની હતી.જમૈકાના અમાઝુરા ઈવેન્ટ હોલ નજીક 11 જાન્યુઆરીના રોજ રાત્રે 11:45 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો. તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા ત્રણ લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /24 કલાકમાં થયેલા હુમલાથી અમેરિકા હચમચી ગયું નાઈટ ક્લબમાં થયેલા જોરદાર ગોળીબારમાં 11 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
24 કલાકમાં થયેલા હુમલાથી અમેરિકા હચમચી ગયું નાઈટ ક્લબમાં થયેલા જોરદાર ગોળીબારમાં 11 લોકોના મોત

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયઇન્ડિગોએ 24 ઓક્ટોબર સુધી સાઉદી અરેબિયાની ફ્લાઇટ્સ રદ કરી
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયરશિયામાં 6.9 ની તીવ્રતા જોરદાર ભૂકંપ આવ્યો, લોકો ડરીને ઘરની બહાર દોડ્યા
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયસ્ટારલિંક સાથેની સ્પર્ધા પર રિલાયન્સનો મોટો જવાબ, કહ્યું- અમે ક્યારેય સ્પર્ધાથી ડર્યા નથી
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયલંડનમાં યુએઈના રાજવી પરિવારની એક મહિલા રસ્તાના કિનારે બેભાન અને નશામાં મળી આવી
1 દિવસ પહેલા
