રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ7 મે, 2026| Super Admin

ચાણસ્મા ધાણોધરડાના તલાટી પર હુમલો અને અભદ્ર વર્તન, કડક કાર્યવાહીની માંગ

ચાણસ્મા ધાણોધરડાના તલાટી પર હુમલો અને અભદ્ર વર્તન, કડક કાર્યવાહીની માંગ

ચાણસ્માના ધાણોધરડા ગામે તલાટી કમ મંત્રી તરીકે શ્રીમતિ દ્વિમાન્કીબેન જયંતસિંહ પરમાર તા.૨૩/૦૮/૨૦૨૩થી ફરજ બજાવે છે. તેઓ તા.૦૬/૦૫/૨૦૨૬ ના રોજ ધાણોધરડા ગ્રામ પંચાયતમાં હાજર હતા ત્યારે ૧:૩૦ કલાકે ના સમયે સરપંચ શિલ્પાબેન ચંપુજી ઠાકોર તથા તેમના પતિ ઠાકોર ચંપુજી સોવનજી ખર્ચના ચુકવણા બાબતે એકદમ ઉશ્કેરાઇ જઇ બિભત્સ ભાષામાં ગાળો બોલી ત.ક.મંત્રીને જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી ચલ તુ બહાર નીકળ અને ગ્રામ પંચાયત બંધ કરી દે તને આજે મારવાની છે. તેવી ધમકીઓ આપી અને હાજર સરપંચ શિલ્પાબેન ચંપુજી એ ત.ક.મંત્રીને છાતીના ભાગમાં જોરથી મુક્કો મારેલ. અને તે વખતે હાજર સરપંચ પતિ ઠાકોર ચંપુજી સોવનજી પણ ભુંડી ગાળો બોલી બહારથી લાકડી લઇ અને મારવાનો પ્રયત્ન કરી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરેલ છે. જેથી ઉપરોકત બાબતે મહિલા તલાટી કમ મંત્રી દ્વારા ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ તથા સરકારી મિલકતને નુકશાન તથા જાનથી મારી નાખવા અંગેની ફરીયાદ દાખલ કરાવેલ હતી.

આ અગાઉ કોરોના મહામારી સમયે તત્કાલીન ત.ક.મંત્રી સાથે પણ શિલ્પાબેનના સસરા અને સરપંચ પતિ ચંપુજીના પિતા સોવનજી ઠાકોર વિરૂધ્ધ ત.ક.મંત્રી સાથે અભદ્ર વર્તન કરવા બદલ એફ.આઇ.આર. દાખલ થયેલ હોર. જેથી આ પરિવાર માથા ભારે છે જેથી ગામલોકો તેમના વિરૂધ્ધ પંચ રહેવા તૈયાર થતુ નથી. અને આ પરિવાર ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા ટેવાયેલા છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.એક તરફ પ્રધાનમંત્રી દ્વારા નારીશક્તિને મહત્વ આપવામાં આવતો હોવા છતાં એક મહિલા સરપંચ દ્વારા અશોભનીય વર્તન બિલકુલ ચલાવી શકાય તેમ નથી. આમ ધાણોધરણા ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રામ્ય કર્મચારી એવા મહિલા ત.ક.

મંત્રી સાથે થયેલ અભદ્ર વર્તન તથા તેમના ઉપર થયેલ હુમલાના પ્રયાસને જિલ્લા/તાલુકા તલાટી કમ મંત્રી મંડળે સખત શબ્દોમાં વખોડી ત.ક.મંત્રી તેમજ ગ્રામના અન્ય કર્મચારીઓ સાથે વારંવાર અભદ્ર વર્તન કરનારા તેમજ તેમના ઉપર હુમલા તથા હુમલાના પ્રયાસ કરનારા આવા ગુનેગાર વિરૂદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરી સજા અપાવવામાં આવે તેમજ એફ.આઇ.આર.ની નકલ આધારે સરપંચ વિરૂધ્ધ ૫૭/૧ કલમ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરી સરકારમાં ગ્રામ્ય કર્મચારી એવા તમામ ત.ક.મંત્રીની સુરક્ષા બાબતે કોઇ ચોક્કસ નિતી નિયમ નક્કી થાય તેવી રજુઆત કરવા તેમજ ઉપરોકત કેસની પોલીસ તપાસ તટસ્થ રીતે થાય અને ગુન્હેગારોને સજા થાય તેવી પાટણ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#Chansma

સંબંધિત સમાચાર