એશિયાનો સૌથી પ્રાચીન 148 માં ગણેશોત્સવનો પાટણની ગણેશ વાડી ખાતે દબદબાભેર પ્રારંભ

મહારાષ્ટ્રીયન પરિવાર સહિત ગણેશ ભકતોએ શ્રી ની પાલખી યાત્રા યોજી વિધિવત રીતે સ્થાપન કર્યુ; સમગ્ર ભારત વર્ષમાં ગણેશ મહોત્સવની શરૂઆત લોકમાન્ય તિલકે કરી હતી ત્યારે સૌપ્રથમ ગણેશ મહોત્સવની શરૂઆત આજથી 148 વર્ષ પૂર્વે ઐતિહાસિક પાટનગરી ખાતે તેનો પ્રારંભ થયો હતો જે પરંપરા આજે પણ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અકબંધ રાખવામાં આવી છે. એશિયાનો સૌથી પ્રાચીન 148 માં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે શહેરની ગણેશ વાડી ખાતે ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યો છે જે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અનંત ચતુર્થી સુધી ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવ ઉજવાશે.
ગણેશ ચતુર્થીના દિવસે ઉત્સવના પ્રારંભે મહારાષ્ટ્ર પરિવારોએ પરંપરાગત મહારાષ્ટ્રીયન સમાજ ના લોકો ગણેશજીની મૂર્તિ લેવા ભદ્ર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના રાજુભાઇ દેવધરના નિવાસ સ્થાનેથી શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે ભગવાન ગણેશજીની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી.
આ પાલખી યાત્રા ભદ્ર વિસ્તારમાં થઈ ગજાનંદ વાડી ખાતે સમાપન કરવામાં આવી હતી જ્યાં મહારાષ્ટ્રીયન પરિવારની મહિલાઓ અને શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ભગવાન શ્રીજી ની દેદીપ્યમાન મૂર્તિને વિધિ વિધાન પૂર્વક વધાવવામાં આવી હતી. જ્યાં ગણેશજીની મૂર્તિનું બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે સ્થાપન કરવામાં આવી હતી.ત્યાર બાદ ગણેશજી ની આરતી ઉતરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં મહારાષ્ટ્રીયન પરિવાર ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગણેશ વાડી માં માટીની મૂર્તિ સ્થાપિત કરીને મહોત્સવ કરવામાં આવે છે જેમાં ચાલુ સાલે ગણેશ ચતુર્થી , ઋષિ પંચમી , જ્યેષ્ઠા ગૌરી આહવાન,પૂજન અને વિસર્જન,નવમી,દશમી , પરિવર્તની એકાદશી,શનિ પ્રદોષ,અનંત ચતુર્દશી, સત્યનારાયણ ભગવાનની પુજા જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે પાટણ માંથી શરૂ થયેલ આ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ઘેર ઘેર ઉજવાઈ રહ્યો છે.જેને લઈ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો ખુબજ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
ટેગ્સ:#traditional rituals#Ganesh Chaturthi#148th Ganesh Festival#Ganesh Wadi Patan#Maharashtrian Families#Lokmanya Tilak#Palanquin Procession#Asia's Oldest Festival
સંબંધિત સમાચાર
પાટણપોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો
8 કલાક પહેલા
પાટણપાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
8 કલાક પહેલા
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
