રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત26 ડિસેમ્બર, 2024| Super Admin

અમરેલીના રાજુલા જાફરબાદમાં દીપડાએ 10 વર્ષીય બાળકને ફાડી ખાતા ચકચાર

અમરેલીના રાજુલા જાફરબાદમાં દીપડાએ 10 વર્ષીય બાળકને ફાડી ખાતા ચકચાર

અમરેલી જિલ્લાના રાજુલા જાફરબાદમાં દીપડાએ 10 વર્ષીય બાળકને ફાડી ખાતા ચકચાર મચી ગઈ છે. જાફરાબાદમાં માસૂમ બાળકના મોતથી પરીવારમાં શોકનો માહોલ છવાયો છે. દીપડાના હુમલામાં ઘાયલ થયેલ બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજયું. બાળકના મોતને લઈને ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી. ધારસભ્યે વન્યપ્રાણીના હુમલાથી બચવા પ્રજાજનોને ખુલ્લામાં ના સુવાની ચેતવણી આપી. રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં બાળકનું મોત થયું. જેના બાદ ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી. વધુમાં હીરા સોલંકીએ કહ્યું કે આવી ઘટનાઓ બને છે ત્યારે મને બહુ દુઃખ થાય છે. વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે પ્રજાને સંદેશો આપું છું કે તેઓ હજુ થોડા સમય વધુ સાવચેતી રાખે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા 6 પાંજરા મૂકાયા. જાફરાબાદમાં દીપડાના હુમલામાં પોતાના વ્હાલસોયા દિકરાને ગુમાવતા માબાપ પર આભ તૂટી પડ્યું.અને સગાસંબંધીઓ પણ શોકાતુર થઈ ગયા છે. પ્રાણીઓ પર જીવદયા કરવી કે પછી તેમને સજા કરવી તેને લઈને આ વિસ્તારના લોકોમાં ચિંતાના વાદળો છે. બાળકના મોત બાદ અન્ય લોકો પણ હવે પોતાના બાળકની સલામતીને લઈને ચિંતિત છે. ખુલ્લામાં રમતા બાળકો પર પણ હવે સતત હિંસક પ્રાણીઓનો ભય તોળાઈ રહ્યો છે.

સંબંધિત સમાચાર