રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત30 મે, 2025| Super Admin

બાવળાની પનામા હોટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના કેસમાં મોટો ઘટસ્ફોટ

બાવળાની પનામા હોટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના કેસમાં મોટો ઘટસ્ફોટ

(જી.એન.એસ) તા. 29

અમદાવાદ,

અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ પનામા હોટલમાં SOG પોલીસ ની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર ગર્ભપાત કરતા લોકોણે ઝડપી પડયા હતા જેમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી અને ગેસ્ટહાઉસ સંચાલકની ધરપકડ કરી હતી.

આ મામલે પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરતાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ખુલાસા બાદ પોલીસે અમદાવાદના એક એમડી રેડિયોલોજિસ્ટ ડૉક્ટરની પણ ધરપકડ કરી છે. ગેરકાયદેસર ગર્ભપાતના કિસ્સામાં પોલીસને તપાસ કરતાં ખબર પડી હતી કે, અમદાવાદના એક એમડી રેડિયોલોજિસ્ટ ડૉક્ટરની ક્લિનિકમાં પહેલા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું અને તે બાદ બાવળાના ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કરવામાં આવતું હતું.

બાવળામાં નોંધાયેલા ભ્રૂણ હત્યા કેસમાં પોલીસે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ડૉ. હર્ષદ છગનલાલ આચાર્યની ધરપકડ કરી છે. પોલીસે 28 મે 2025ના રોજ આશીર્વાદ ક્લિનિક, સોનીની ચાલી ખાતેથી ડૉક્ટરની અટકાયત કરી હતી.

આ સમગ્ર મામલે બાવળાની પનામા હોટલમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાતના રેકેટમાં પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અમદાવાદમાં સોનીની ચાલી ખાતે આશીર્વાદ હોસ્પિટલ ચલાવતો એમડી રેડિયોલોજિસ્ટ ડોક્ટર હર્ષદ આચાર્ય અને આરોપી હેમલતા છેલ્લા ત્રણ વર્થી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો ગોરખધંધો ચલાવતા હતા. સૌપ્રથમ હર્ષદ આચાર્ય હોસ્પિટલમાં મહિલાની સોનોગ્રાફી કરીને ગર્ભ પરીક્ષણ કરતો હતો અને પછી હેમલતા  બાવળાની પનામા ગેસ્ટહાઉસમાં મહિલાને બોલાવીને ગર્ભપાત કરાવતા હોવાનું સામે આવ્યું છે. 

આ મામલે આરોપી હેમલતા અને હર્ષદ આચાર્ય બંને છેલ્લા 15 એકબીજાના પરિચયમાં હતા અને બાળવા અને ધોળકા ખાતેની બ્રિન્દા હોસ્પિટલમાં એક સાથે કામ કરે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે, હેમલાત ગર્ભપાત કરાવવા આવતી મહિલા પાસેથી 15000 રૂપિયા લેતી અને તેમાંથી 8000 ગર્ભ પરીક્ષણ કરતાં હર્ષદ આચાર્યને આપતી હતી.

આ સમગ્ર મામલા ની વાત કરીએ તો બાવળા એસઓજી પોલીસની ટીમને એક બાતમી મળી હતી કે, નર્સ હેમલતા દરજી ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવાનું ગુનાહિત કૃત્ય કરી રહી છે જેમાં બાવળાની સાણંદ ચોકડી પાસે આવેલી પનામા હોટલમાં એક ગર્ભપાતની ક્રિયા ચાલું હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ દ્વારા તાલુકા આરોગ્ય ટીમ સાથે સંકલન કરી સાથે એસઓજીએ પનામા હોટલમાં રેડ કરી હતી. હોટલના રૂમ નંબર 105માંથી ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી, ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનારા નણંદ એમ ત્રણ લોકોને ભુણ સાથે પડડી પાડવામાં આવ્યાં હતાં. પોલીસને હોટલના રૂમમાંથી ગર્ભપાત માટે વપરાતી દવાની ટેબલેટ ૫ણ મળી આવી હતી. 



Source link

સંબંધિત સમાચાર