રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય21 ડિસેમ્બર, 2024| Super Admin

કેજરીવાલની જાહેરાત : દિલ્હીના દલિત સમુદાયના બાળકો વિદેશમાં જઈને કોઈપણ ખર્ચ વિના અભ્યાસ કરી શકશે

કેજરીવાલની જાહેરાત : દિલ્હીના દલિત સમુદાયના બાળકો વિદેશમાં જઈને કોઈપણ ખર્ચ વિના અભ્યાસ કરી શકશે

પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં દલિત સમુદાયના બાળકો માટે મોટી જાહેરાત કરી છે. પૂર્વ સીએમએ કહ્યું કે દલિત સમુદાયના બાળકોને ધોરણ 1 થી 12 સુધી મફત શિક્ષણ આપવામાં આવશે. બાબા સાહેબના સન્માનમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો માટે મોટી જાહેરાત કરી છે. હવે વિદેશમાં ભણતા દલિત સમુદાયના બાળકોનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. એક રેલી દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દલિત સમાજનું કોઈ બાળક પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે, આ માટે ડૉ. આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ સ્કોલરશીપના કારણે દલિત સમાજના બાળકો વિદેશની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશે. તેનો તમામ ખર્ચ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર ઉઠાવશે. કેજરીવાલે કહ્યું, 'જેમ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી વિદેશ ગયા હતા અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું, તેવી જ રીતે હવે દિલ્હીના દલિત સમુદાયના બાળકો પણ વિદેશમાં જઈને કોઈપણ ખર્ચ વિના અભ્યાસ કરી શકશે.' કેજરીવાલે કહ્યું કે દલિત સમુદાયના સરકારી કર્મચારીઓ પણ ડૉ. આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવી શકશે. તેઓ તેમના બાળકોને મફતમાં વિદેશ અભ્યાસ માટે પણ મોકલી શકશે.

સંબંધિત સમાચાર