રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત20 મે, 2025| Super Admin

વાપી ના ડુંગરી ફળિયામાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય 6 ગોડાઉનમાં પ્રસરી

વાપી ના ડુંગરી ફળિયામાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય 6 ગોડાઉનમાં પ્રસરી

કૂલ 7 ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને 4 કલાક લાગ્યા

(જી.એન.એસ) તા. 20

વાપી,

વાપી ના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, આગ એટલી બધી ભયંકર હતી કે તે આસપાસના 6 ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી જેના કારણે લોકોમાં અફરતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ આગની ઘટનામાં ફાયર વિભાગના અધિકારીઓને આગ પર કાબૂ મેળવતા 4 કલાકનો સમય લાગ્યો હતો, સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

સૂત્રો દ્વારા આ સમગ્ર ઘટના મામલે મળતી માહિતી મુજબ, વાપીના ડુંગરી ફળિયામાં અચાનક એક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી. આજુબાજુમાં આવેલા અન્ય છ ગોડાઉન પણ એક પછી એક આગની લપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂરદૂર સુધી ફેલાઇ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં એક સાથે સાત ગોડાઉનમાં આગ લાગતા રહીશોમાં અફરાતફરી મચી ગઇ હતી. એટલું જ નહી લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

આ આગને પગલે વાપી મનપા, જીઆઇડીસી, નોટિફાઇડ સહિતના વિસ્તારનાં બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લાશકરોએ ભિષણ આગને કાબુમાં લેવા હાથ ધરેલી કવાયત દરમિયાન લગભગ ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ડુંગરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાના બનાવોમાં થઇ રહેલો વધારો ચિંતાજનક બની ગયો છે. આ આગમાં સના ઉલ્લા, આશિક અલી,રિયાસત ખાન, ગુલામ ભીખા, ગોબરી બનજારા, પ્રધાન બનજારા અને લાલુ ચાચાના ગોડાઉન બળીને ખાખ થઇ ગયા હતા.



Source link

સંબંધિત સમાચાર