રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય18 મે, 2025| Super Admin

અમેરિકાના મધ્યપશ્ચિમ ક્ષેત્રમાં વાવાઝોડાને કારણે 21 લોકોના મોત, લાખો ઘરોમાં વીજળીનો પ્રવાહ ખોરવાયો

અમેરિકાના મધ્યપશ્ચિમ ક્ષેત્રમાં વાવાઝોડાને કારણે 21 લોકોના મોત, લાખો ઘરોમાં વીજળીનો પ્રવાહ ખોરવાયો

(જી.એન.એસ) તા. 18

કેંટકી/મિસૌરી/વર્જીનિયા,

અમેરિકાના મિડવેસ્ટ અને સાઉથ વિસ્તારમાં ભારે વાવાઝોડું જોવા મળ્યું હતું. કેંટકી, મિસૌરી અને વર્જીનિયામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. કેન્ટુકીના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે લોરેલ કાઉન્ટીમાં વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

લોરેલ કાઉન્ટી શેરિફ જોન રૂટની ઓફિસે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહ્યું છે કે, વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં લોકો ગુમ થઈ ગયા છે, જેને શોધવા માટે પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મિઝોરીમાં એક ભારે વાવાઝોડું સહિત અનેક વખત વાવાઝોડું આવ્યું છે. આ ઉપરાંત વિસ્કોન્સિનમાં પણ ભારે અસર થઈ છે. અહીં અનેક લાખો ઘરોમાં વિજળી જઈ રહેતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ભારે વાવાઝોડાના કારણે અનેક ઈમારતોને નુકસાન થયું છે. વૃક્ષો, વીજળીની થાંભલા પડી જવાના કારણે અનેક વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. અધિકારીઓ સ્થનીક લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની વિનંતી કરી રહ્યા છે.

સેંટ લુઇસમાં પણ વાવાઝોડાના કારણે 5 લોકોના મોત નિપજ્યા છે અને 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય 5 હજારથી વધુ ઘર પ્રભાવિત થયા છે. મેયર કારા સ્પેંસર અનુસાર, શહેરના અનેક ભાગમાં કર્ફ્યુ લાગવવું પડ્યું હતું, જેથી રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈ રૂકાવટ ન આવે. 

સેન્ટ લૂઈસના મેયર કારા સ્પેન્સરે મીડિયા સાથે વાત કરતી વખતે તેમના શહેરમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે 5,000થી વધુ ઘરોને અસર થઈ છે. વાવાઝોડાના કારણે ભારે વિનાશ થયો છે. શહેરમાં ઈમરજન્સી સ્થિતિની જાહેરાત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જે વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે, ત્યાં આખી રાતનો કર્ફ્યૂ લાદી દેવાયો છે. ઈજાગ્રસ્તોની સંખ્યા હજુ સામે આવી નથી, પણ આ સ્થિતિમાં અનેક લોકોને ઈજા થઈ હોવાની માહિતી મળી રહી છે.

આ વાવાઝોડા દરમિયાન વિસ્કૉન્સિનમાં વાવાઝોડાના કારણે ટેક્સાસમાં ગરમીનું તાપમાન વધી ગયું હતું. હવામાન વિભાગે નૉર્થ ટેક્સાસને લઈને એક નવી ચેતવણી જાહેર કરી છે. જેમાં કરા, તોફાન અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 



Source link

સંબંધિત સમાચાર