રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય15 ડિસેમ્બર, 2024| Super Admin

અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે પત્ની, ભાઈ અને સાસુની કરી ધરપકડ

અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે પત્ની, ભાઈ અને સાસુની કરી ધરપકડ
અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેની પત્ની, ભાઈ અને સાસુની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગ સિંઘાનિયાની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. નિકિતાની ગુરુગ્રામથી અને માતા અને ભાઈની અલ્હાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આ પછી, બંનેને બેંગલુરુ લાવવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 13 ડિસેમ્બરે બેંગલુરુ પોલીસે અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાના જૌનપુરના ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી. પુત્રને મળવા માટે 30 લાખ માંગ્યા હતા બેંગલુરુ પોલીસે આરોપીઓને શોધવા માટે ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યા બાદ આ ધરપકડો કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ પર અતુલ સામેનો કેસ પાછો ખેંચવા માટે 3 કરોડ રૂપિયા અને પુત્રને મળવાના હક માટે 30 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ છે. બેંગલુરુમાં AI એન્જિનિયર અતુલ સુભાષે સોમવારે તેના બેંગલુરુ એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. તેણે 24 પાનાની સુસાઈડ નોટ છોડી હતી. 34 વર્ષીય AI એન્જિનિયરે આત્મહત્યા કરતા પહેલા રમ્બલ પર 90 મિનિટનો વીડિયો પણ છોડી દીધો હતો.

સંબંધિત સમાચાર