રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય25 એપ્રિલ, 2025| Super Admin

થાઈલેન્ડના સમુદ્રમાં એક પોલીસ વિમાન ક્રેશ થતાં 6 પોલીસકર્મીઓના કરૂણ મોત

થાઈલેન્ડના સમુદ્રમાં એક પોલીસ વિમાન ક્રેશ થતાં 6 પોલીસકર્મીઓના કરૂણ મોત

(જી.એન.એસ) તા. 25

થાઈલેન્ડનું એક પોલીસ વિમાન અચાનક સમુદ્ર ઉપર ક્રેશ થયું હતું. આ વિમાનમાં 6 પોલીસકર્મીઓ સવાર હતા. વિમાન દુર્ઘટનામાં તમામ પોલીસકર્મીઓના દુઃખદ મોત નીપજ્યા છે. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

આ હવાઈ દુર્ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, અહીં વિમાન ક્રેશ થવા અંગેની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે વિમાન જમીનથી 100 મીટરના અંતરે સમુદ્રમાં પડી ગયું હતું. આટલી  ઊંચાઈએથી વિમાન પડવાના કારણે વિમાનના 2 ટુકડા થઈ ગયા હતા. આ વિમાનમાં સવાર 5 પોલીસ અધિકારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઉપરાંત એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

આ ઘટના થાઈલેન્ડના પ્રખ્યાત બીચ ટાઉનની છે. અહીં એક પોલીસનું એક નાનું વિમાન સમુદ્ર પર ઉડતું હતું. અને પછી અચાનક વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાંથી વિસ્ફોટનો અવાજ ખૂબ દૂર સુધી સંભળાયો હતો.

આ હવાઈ દુર્ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ અકસ્માત શુક્રવાર, 25 એપ્રિલના રોજ સવારે 8:15 વાગ્યે થયો હતો. થાઈલેન્ડના ફેચબુરી પ્રાંતમાં ચા- અમ રિસોર્ટ પાસે સમુદ્રમાં એક વિમાન ક્રેશ થતુ જોવા મળ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ ચા- અમ પોલીસ સ્ટેશન અને હુઆઈ સાઈ તાઈનું પેટ્રોલ યુનિટ ઘટનાસ્થળ પર પહોંચી ગયું હતું. પોલીસ બ્લેક બોક્સ દ્વારા અકસ્માતનું કારણ શોધવાનો પ્રયાસ હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે. આ વિમાનમાં કટોકટીની પરિસ્થિતિઓ માટે અધિકારીઓને પેરાશૂટ તાલીમ આપવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક આ વિમાનનું સંતુલન ખોરવાતાં વિમાન ક્રેશ થઈ ગયું હતું અને સમુદ્રમાં ખાબક્યું હતું. વિમાન સમુદ્રમાં પડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર