રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત12 એપ્રિલ, 2025| Super Admin

ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા

ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા

(જી.એન.એસ) તા. 11

ભાવનગર,

ભાવનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. જિલ્લા અને શહેરનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આગ ઝરતી ગરમી વચ્ચે બપોર અચાનક વાતાવરણમાં પલટો આવતાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. ભર ઉનાળે ચોમાસાની માફક વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે વરસાદ છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે હાલ ધરતીપુત્રોનો ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભિતિ છે. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં શહેરીજનોને ગરમીમાં રાહતનો અનુભવ થયો છે. 

જો કે, તળાજા તાલુકાના વાતાવરણમાં છેલ્લા 48 કલાકથી પલટો આવ્યો હતો. વહેલા સવારના પાંચવાગે સુસવાટા મારતા પવન ફૂંકાયો હતો.હારાષ્ટ્રમા ઉભા થયેલા વાતાવરણની અસર છેક ગોહિલવાડ સુધી પહોંચી છે. ચૈત્ર માસના પ્રારંભે જ અસહ્ય ગરમી પડવાના બદલે પવનની ગતિમા વધારો સાથે ઠંડી પડી રહી છે. ગતરાત્રે બોક્સ ક્રિકેટના ખેલાડીઓએ જણાવ્યું હતુ કે, રાત્રી દરમિયાન ઠંડો પવન ફૂંકાવવાના કારણે ઘરેથી ગરમ વસ્ત્રો લાવવાની ફરજ પડી હતી તો ઘરની અંદરના પંખાઓ બંધ કરવા પડ્યા હતા.

વહેલી સવારે ૫ વાગે તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી. વાડીમા અઢીસો જેટલા આંબાનો બાગાયતી પાક લેનાર એક ખેડૂતે જણાવ્યું હતુ કે, ભારે પવનના કારણે ખાખટી આંબા પરથી ખરી રહી છે. આ રીતે સતત પવન અને તેમાંય માવઠું થયું તો મોર, ખાખટી અને કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર