રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય7 એપ્રિલ, 2025| Super Admin

ઈઝરાયલે બ્રિટનના 2 સાંસદને પ્રવેશ ન આપ્યો, એરપોર્ટ પર જ અટકાયત… મામલો ગરમાયો

ઈઝરાયલે બ્રિટનના 2 સાંસદને પ્રવેશ ન આપ્યો, એરપોર્ટ પર જ અટકાયત… મામલો ગરમાયો

(જી.એન.એસ) તા. 6

ઈઝરાયલે હવે બ્રિટન સામે જ કડક વલણ અપનાવ્યું છે જેમાં બ્રિટનના બે સાંસદોની એરપોર્ટ પર જ અટકાયત કરી લીધી અને તેમને ડિપોર્ટ કરી દેવાયાની માહિતી મળી રહી છે. તેમને દેશમાં ઘૂસવા ન દીધા. આ મામલે બ્રિટન તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. 

આ સમગ્ર મામલે બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું કે ઈઝરાયલ દ્વારા અમારા બે બ્રિટિશ સાંસદોની અટકાયત કરવી અને તેમને દેશમાં પ્રવેશતા રોકવા એ અસ્વીકાર્ય અને ગંભીર ચિંતાનો વિષય છે. બ્રિટનની સત્તાધારી લેબર પાર્ટીના બે સાંસદ યુઆન યાંગ અને અબ્તિસામ મોહમ્મદ લંડનથી ઈઝરાયલ જવા રવાના થયા હતા પણ તેમણે ઈઝરાયલી અધિકારીઓએ એરપોર્ટ પર પકડી લીધા અને પાછા ડિપોર્ટ કરી દીધા. 

એક સત્તાવાર નિવેદનમાં લેમીએ કહ્યું હતું કે, ઈઝરાયલનું કૃત્ય અસ્વીકાર્ય, પ્રતિકૂળ અને ગાઢ ચિંતાનો વિષય છે. મેં ઈઝરાયલ સરકારમાં મારા સમકક્ષને કહી દીધું છે કે આવું વર્તન ચલાવી નહીં લેવાય. હાલ બંને સાંસદો અમારા સંપર્કમાં છે અને તેમને દરેક શક્ય મદદ કરવામાં આવી રહી છે. લેમીએ કહ્યું કે અમારી સરકાર ગાઝા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ અને ગાઝામાં જારી હિંસાનો અંત લાવવા માટે વાતચીતને આગળ વધારવાનો છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર