રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત25 ફેબ્રુઆરી, 2025| Super Admin

છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૧૭,૯૩૨ ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.૩૭ કરોડની સહાય અપાઇ: કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલ

છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૧૭,૯૩૨ ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.૩૭ કરોડની સહાય અપાઇ: કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલ

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર/ કચ્છ,

વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્રારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદી માટે રાજ્ય સરકાર દ્રારા સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૧૭,૯૩૨ ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.૩૭ કરોડની સહાય આપવામાં આવી છે.

કૃષિ મંત્રીશ્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યુ હતું કે, છેલ્લાં બે વર્ષમાં અંજાર તાલુકામાં ૧,૬૬૯ અરજીઓ, અબડાસામાં ૧,૮૯૩, ગાંધીધામમાં ૫૯, નખત્રાણામાં ૧,૬૬૮, ભચાઉમાં ૨,૮૬૬, ભુજમાં ૨,૨૦૩, ભુજ શહેરમાં ૫૭, મુન્દ્રામાં ૧,૦૧૯, માંડવીમાં ૧,૬૮૮, રાપરમાં ૪,૧૨૯ અને લખપત તાલુકામાં ૬૮૦ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આમ કચ્છ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કુલ ૧૭,૯૩૨ અરજીઓ મંજુર કરવામાં આવી છે. મંજૂર થયેલી અરજીઓ સામે આ ખેડૂતોને કુલ રૂ. ૩૭,૮૧,૩૯,૭૦૩ જેટલી સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચુકવવામાં આવી છે.

મંત્રીશ્રીએ યોજનાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને ખેતીમાં કૃષિ  યાંત્રિકરણ અપનાવવાથી તેમને પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે છે. ખેતીમાં ખાતર, દવા અને બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત કૃષિ યાંત્રિકરણ થકી ૧૦ થી ૧૫ ટકા ખેત ઉત્પાદનમાં વધારો, ૧૫ થી ૨૦ ટકા બિયારણ અને ખાતરની બચત તથા ૨૦ થી ૩૦ ટકા સમય અને મજૂરીની પણ બચત થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર