રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત3 માર્ચ, 2026| Super Admin

સાવરકુંડલા લીલીયાના લોકોને હવે ટ્રાફિકથી મળશે રાહત નવા બ્રીજની થયું કામ શરૂ

સાવરકુંડલા લીલીયાના લોકોને હવે ટ્રાફિકથી મળશે રાહત નવા બ્રીજની થયું કામ શરૂ

ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા હસ્તે રૂ.૨૫૦ લાખના ખર્ચે કુતાણા ગામે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ

(G.N.S Dt. 03

સાવરકુંડલા,

આ નવો બ્રિજ બનવાથી ખારી નદી ઉપર બનાવથી કુતાણા,ભોરીગડા,ખારા ગામો તેમજ ગારીયાધાર તાલુકા ને જોડતો બ્રીજ લોકોની સુવિધામાં થશે વધારો

વિકાસની મજબૂત કડી: ખારી નદી ઉપર આધુનિક બ્રિજનું ખાતમુહૂર્ત

ચોમાસાની મુશ્કેલીઓનો અંત – કુતાણા ગામે નવા બ્રિજથી મળશે રાહત

સાવરકુંડલા લીલીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હસ્તે કુતાણા ગામ ખાતે ખારી નદી ઉપર અંદાજિત ₹૨૫૦ લાખના ખર્ચે બનનારા નવા બ્રિજના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત રીતે યોજાયું. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના શુભારંભથી ગામ તથા આસપાસના વિસ્તારોના વિકાસને નવી દિશા મળશે.

ખારી નદી પર બનનારો આ નવો બ્રિજ લાંબા સમયથી વિસ્તારના લોકોની માંગ હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીમાં પાણીની આવક વધતા ગામજનોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નવા બ્રિજના નિર્માણથી હવે વર્ષભર સુગમ, સરળ અને સુરક્ષિત અવર-જવર સુલભ બનશે. વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ તથા રોજગાર માટે જતા નાગરિકોને આ પ્રોજેક્ટથી વિશેષ લાભ મળશે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આ બ્રિજ માત્ર પરિવહન સુવિધા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સ્થાનિક આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે. ખેતી ઉત્પાદનને બજાર સુધી ઝડપથી પહોંચાડવામાં સહાય મળશે તેમજ ઇમરજન્સી સેવા માટેનો સમય પણ ઘટશે.

ગ્રામજનોમાં આ પ્રોજેક્ટને લઈને આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી. તેમણે વિકાસલક્ષી કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આવા જનહિતના કાર્યો સતત આગળ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરી.

અંતમાં, વિકાસના માર્ગે આગળ વધતા કુતાણા ગામ માટે આ બ્રિજ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.



Source link

સંબંધિત સમાચાર