રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત1 જાન્યુઆરી, 2026| Super Admin

પાટડીમાં ત્રીજો રામોત્સવ યોજાયો; મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા


(જી.એન.એસ),તા.૦૧

સુરેન્દ્રનગર

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાને ત્રણ વર્ષ પૂર્ણ થતાં પાટડી નગર પાલિકા દ્વારા તૃતીય રામોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ રામોત્સવમાં ઉત્તરપ્રદેશના રાધે ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામ, સીતા, રાધા કૃષ્ણ, શિવ પાર્વતી અને ભૈરવનાથની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ધાર્મિક ભજન-કીર્તનો દ્વારા હાજર જનમેદનીને મંત્રમુગ્ધ કરી દેવાઈ હતી.

પાટડી નગર અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પી.કે. પરમાર, દિલીપભાઈ પટેલ, પાટડી નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા, ઉપપ્રમુખ હિતેશભાઈ રાવલ, કારોબારી ચેરમેન ગીતાબેન વરસાણી, પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ, મુકેશભાઈ દેસાઈ, રશ્મિભાઈ રાવલ, સુરેખાબેન પટેલ, ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલા અને નગરપાલિકાના સદસ્યો સહિત અનેક રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.



Source link

સંબંધિત સમાચાર