રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત15 ડિસેમ્બર, 2025| Super Admin

આખા એફિલ ટાવર જેટલું સ્ટીલ ગુજરાતના એક રેલવે સ્ટેશનમાં વપરાયું


એકસાથે 11 હજારથી વધુ પેસેન્જર ભેગા થશે તો પણ વાંધો નહીં આવે, 200 કરોડ રૂપિયાનો મેગા પ્લાન

(જી.એન.એસ),તા.૧૫

ભૂજ

અમદાવાદથી 335 કિલોમીટર દૂર આવેલા ભૂજમાં ન્યૂ ભૂજ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. રેલવેના દાવા અનુસાર ન્યૂ ભૂજ રેલવે સ્ટેશનમાં પેરિસના એફિલ ટાવર જેટલા જ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદના કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન બાદ ન્યૂ ભૂજ રેલવે સ્ટેશન સૌથી આધુનિક છે. જેની ડિઝાઇનથી માંડીને પ્લાનિંગ આવનારા 50 વર્ષોને ધ્યાને રાખીને કરાયું છે. અત્યારસુધીમાં આ રિડેવલપમેન્ટની કામગીરી 75% કરતાં વધુ પૂરી થઇ ગઇ છે. જો આ પ્રોજેક્ટમાં બધું જ યોજના મુજબ ચાલ્યું તો એપ્રિલ, 2026 સુધીમાં તે બનીને તૈયાર થઇ જશે. કચ્છના અર્થ તંત્રને વેગ આપવા માટે તૈયાર થનારા આ રેલવે સ્ટેશનની કામગીરી ક્યાં પહોંચી એ જાણવા માટે દિવ્ય ભાસ્કરે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશ અને જનસંપર્ક અધિકારી અજય સોલંકી સાથે ખાસ વાતચીત કરી હતી.

ભૂજમાં હાલનું જે રેલવે સ્ટેશન છે અને જે નવું રેલવે સ્ટેશન બનીને તૈયાર થશે તેમાં બહુ મોટો ફેર હશે. એક રીતે કહીએ તો આખી કાયાપલટ થઇ જશે. એન્ટ્રી ગેટ, પેસેન્જર ક્ષમતા, લિફ્ટની સંખ્યાથી માંડીને બધું જ બદલાઇ જશે. જૂનું રેલવે સ્ટેશન 970 સ્ક્વેર મીટરમાં હતું. જ્યારે ન્યૂ ભૂજ સ્ટેશન 12,780 સ્ક્વેર મીટરમાં આકાર લઇ રહ્યું છે. જૂના રેલવે સ્ટેશનમાં યાત્રિકો માટે માત્ર એક જ એન્ટ્રી ગેટ હતો જ્યારે નવા રેલવે સ્ટેશનમાં 2 એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે. જે 1,080 સ્ક્વેર મીટરના છે. જૂના રેલવે સ્ટેશનમાં માત્ર એક જ એસ્કેલેટર હતું. જ્યારે નવા બની રહેલા રેલવે સ્ટેશનમાં 10 જેટલા એસ્કેલેટરની સુવિધા હશે. પેસેન્જર્સની સુવિધા વધે તે માટે લિફ્ટની સંખ્યા 2થી વધારીને 13 કરાશે. જૂના સ્ટેશનમાં વેઇટિંગ એરિયા માત્ર 112 સ્ક્વેર મીટરનો હતો. જેમાં 60 લોકોની બેઠક વ્યવસ્થા હતી. જ્યારે નવા સ્ટેશનમાં 752 સ્ક્વેર મીટરનો વેઇટિંગ એરિયા તૈયાર કરાઇ રહ્યો છે. જેમાં અંદાજે 428 લોકો બેસી શકશે.

3,240 સ્ક્વેર મીટરનો એક કોન્કોર્સ એરિયા પણ ખાસ તૈયાર કરાઇ રહ્યો છે. અહીં યાત્રીઓ ફૂડ પ્લાઝામાં ફૂડની લિજ્જત માણી શકશે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા પણ લગાવાશે.હાલમાં અહીં 2,800 પેસેન્જર્સ સમાઇ શકે તેવી ક્ષમતા છે પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને 11, 800 પેસેન્જર્સ સમાઇ શકે તેવી વ્યવસ્થા કરાઇ રહી છે. મુસાફરો એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જઇ શકે તે માટે કુલ 3 ફૂટ ઓવરબ્રિજ બનાવાઇ રહ્યાં છે. જેમાંથી 2 ફૂટ ઓવરબ્રિજ 6 મીટર પહોળાં અને એક 8 મીટર પહોળો હશે. હાલમાં ભૂજ રેલવે સ્ટેશનમાં 10 ફોર વ્હિલર્સ અને 75 ટુ વ્લિહર્સ પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા છે પણ તેમાં વધારો કરીને નવા સ્ટેશનની બન્ને બાજુએ 50થી વધુ કાર, 400થી વધુ ટુ વ્હિલર્સ, 30 ઓટો રિક્ષા પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરાશે. અહીં 4 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન હશે. અત્યારે ભૂજ સ્ટેશન પરથી ડેઇલી અને વીકલી થઇને કુલ 13 જેટલી ટ્રે્નો પસાર થાય છે. અહીં હાલમાં 3 પ્લેટફોર્મ છે જેમાં 1 પ્લેટફોર્મનો વધારો કરાશે.



Source link

સંબંધિત સમાચાર