રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત7 ડિસેમ્બર, 2025| Super Admin

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધી આશ્રમની મુલાકાત લઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધી આશ્રમની મુલાકાત લઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરી

(જી.એન.એસ) તા. ૭

અમદાવાદ,

રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રવિવારે પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ દ્વારા પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમના વિવિધ સ્થળોનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રેઝન્ટેશન નિહાળીને પ્રોજેક્ટ પ્રગતિ અંગે માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમના વિવિધ સ્થળો જેવા કે દસ ઓરડી, રંગશાળા, સોમનાથ છાત્રાલય, વણાક પરિવાર ચાલી, આશ્રમશાળા, કુટુંબ નિવાસ, જુનુ રસોડું ચીમનભાઈ કુટુંબ નિવાસ, ઇમામ મંજિલ, આનંદ ભવન સંગ્રહાલય, ગૌશાળા, શિક્ષક નિવાસ, ઉદ્યોગ મંદિર, માનવ સાધના, બાલમંદિર તથા મોર્ડન કન્સ્ટ્રક્શનમાં વ્હીકલ પાર્કિંગ, કેફે એરીયા, સોવેનીયર શોપ અને મોહન ટુ મહાત્મા જેવા સ્થળોની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

આ સમીક્ષા બેઠકમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ મહાત્મા ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન શ્રી આઈ.પી. ગૌતમ, MGSAMT નાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી શ્રી આઈ. કે. પટેલ તથા મેમોરિયમ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ તથા અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત સમાચાર